ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર તેમના લગ્નની તારીખ કરી શકે છે જાહેર

| Updated: January 6, 2022 3:31 pm

બોલીવુડમાં 2021નું વર્ષ લગ્નનું વર્ષ રહ્યું હતું. ગયા વર્ષે અનેક સેલેબ્સો લગ્નગ્રંથીથી જોડાયા હતા. ત્યારે 2022માં પણ બોલીવુડ માટે લગ્નનું વર્ષ હોઈ તેવું લાગી રહ્યું છે.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર સૌથી સરસ યુગલોમાંના એક છે. બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. આ લવબર્ડ્સ માર્ચ 2022માં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે.

ફરહાન અને શિબાનીના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે, બંને તેમના લગ્ન વિશે સત્તાવાર જાહેરાત કરશે. ફરહાન અને શિબાની 9, જાન્યુઆરીએ તેમના લગ્ન વિશે સત્તાવાર જાહેરાત કરી શકે છે.

આ દંપતી સારા સમાચારની ઘોષણા કરવા માટે આ ખાસ દિવસ પસંદ કરી શકે છે કારણ કે, આ દિવસે ફરહાન અખ્તરનો જન્મદિવસ છે.

એક અહેવાલ તરફથી મળતી માહિતી મુજબ, હાલ તેઓ બન્ને સાથે જ રહે છે અને તેઓએ માર્ચ 2022ના રોજ મુંબઈમાં ભવ્ય લગ્નની યોજના બનાવી રહ્યા હતા.

પરંતુ, બોલીવુડમાં અનેક સેલેબ્સો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેના કારણે તેમણે મિત્રો અને પરિવાર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જોકે ફરહાનના આ બીજા લગ્ન હશે.

શિબાની સાથેના સંબંધો પહેલા ફરહાનના લગ્ન હેરસ્ટાઇલિસ્ટ અધુના ભબાની સાથે થયા હતા. બંને બે પુત્રીઓના માતાપિતા છે.

Your email address will not be published.