ડુંગળી પકવનારા ખેડૂતે રોવાના દહાડા નહી આવેઃ રાઘવજી પટેલ

| Updated: May 9, 2022 4:25 pm

ગાંધીનગરઃ ડુંગળી પકવનારા ખેડૂતને રોવાના દહાડા નહી આવે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ડુંગળી પકવનારા ખેડૂતોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

આ માટે રાજ્ય સરકાર ખેડૂતોને 50, હજાર રૂપિયા સુધીની રકમ આપશે. મહત્તમ 25 હજાર કિલો ડુંગળીના વેચાણ પર આ સહાય મળશે. ખેડૂતને મળનારી આ સહાય 25 હજાર રૂપિયા સુધીની હશે. રાજ્ય સરકારે 130 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.

ચણાનું વધુ પડતુ ઉત્પાદન થશે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ચણાની ખરીદી પણ કરશે. કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોના બીજા 70,000 ટન ચણાના ક્વોટાને ખરીદવાની મંજૂરી આપી છે. આ પગલાંના લીધે આ સીઝનમાં તેનું સંપાદન 5.36 લાખ ટને પહોંચશે.

આ દરમિયાન રાજ્ય સરકારે પણ જણાવ્યું હતું કે જરૂર પડી તો રાજ્ય સરકાર પણ ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ઝંપલાવી શકે છે. 3.38 લાખ ખેડૂતમાંથી કોઈપણ ખેડૂતે વીલા મોઢે પરત ન ફરવું પડે તે સરકાર જોશે. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી બીજા 25,000 ટન સુધી ચણાની ખરીદી ટેકાના ભાવે કરી શકે છે. તેનું વિતરણ પછી રેશનિંગની દુકાનો દ્વારા ગરીબોને કરવામાં આવશે. આ દરખાસ્ત અગાઉ સરકારમાં ઉચ્ચસ્તરે પડતર હતી હવે તેના માટે મંજૂરી મળી છે.

રાજ્ય સરકારે કેટલાય વર્ષોથી ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરી નથી. આ નિર્ણય ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કરવામાં આવ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારની વિનંતીના પગલે કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ 5,230 રૂપિયાના ભાવે 4,65,818 ટન ચણાની ખરીદી કરવા મંજૂરી આપી હતી. આ ખરીદી રાજ્ય સરકારની કઠોળ ખરીદીના ક્વોટા કરતાં પણ વધારે છે. રાજ્ય સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં જારી કરેલા બીજા વર્તારા મુજબ ગુજરાતમાં ચણાનું ઉત્પાદન ગયા વર્ષના 14.37 લાખ ટનથી વધારે 24.90 લાખ ટન થવાનો અંદાજ મૂકાયો હતો.

આના પગલે નાફેડે ગુજરાત માટેનો તેના સંપૂર્ણ ક્વોટા 4.65 લાખ ટનનો ઉપયોગ કરી લેવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના કુલ 3.38 લાખ રજિસ્ટર્ડ ખેડૂતમાંથી 2.65 લાખને આ માટે સંદેશો ગયો હતો. તેમાથી 2.15 લાખ ખેડૂતોએ સરકારને ચણાનું વેચાણ કર્યુ હતુ

Your email address will not be published.