કૃષિ સંશોધન: જૂનાગઢમાં ખેડૂતોએ મોબાઈલ કોન્ફરન્સથી તાલીમ લીધી

| Updated: September 10, 2021 8:06 am

કૃષિ સંશોધન કેન્દ્ર જૂનાગઢ અને રિલાયન્સ ફાઉનેડેશનના ઉપક્રમે મોબાઈલ કોન્ફરન્સ દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી. કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ચાલતી સીઆઈસીઆર, નાગપુર દ્વારા ઈન્સેક્ટીસાઈડ રજીસ્ટન્ટ મેનેજમેન્ટ ડેસીમીનેશન ઓફ પિન્ક બોલવર્મ મેનેજમેન્ટ સિસ્ટમ સ્ટ્રેસીસ એટલે કે જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન – ગુલાબી ઈયળના નિયંત્રણની વ્યૂહરચનાનું પ્રસારણ કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં જૂનાગઢની આસપાસના ગામોના 50 ખેડૂતોને મોબાઈલ કોન્ફરન્સથી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ.

આ કાર્યક્રમમાં પ્રકાશ સંશોધન કેન્દ્રના વડા જી.કે, કાતરીયા સહિત પ્રોજેક્ટના વડા એમ.વી વરીયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના હરેશ ગજેરા અને મહિન્દ્રા ક્રિશ ઈના મનોજભાઈ સતાસીયા અને દિલીપ મકાણી હાજર રહ્યા હતા.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્ર ખાતે કપાસનું ઉત્પાદન અને આવક વધારવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી વિવધ વૃદ્ધિ નિયંત્રકોના ઉપયોગથી કેવી રીતે કરી શકાય તેવા પ્રયોગો અવારનવાર કરવામાં આવે છે. ભારત દુનિયામાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. કપાસની ખેતીમાં નવી ટેકનોલોજી અપનાવવાથી રાજય અને રાષ્ટ્રીય સ્તરે કરોડો રૂપિયાની આવક વધારી શકાય તેમ છે.

Your email address will not be published. Required fields are marked *