ખેડૂતોની સરકાર સાથેની બેઠકો નિષ્ફળઃ આવતીકાલથી કિસાન સંઘનું આંદોલન

| Updated: June 14, 2022 3:52 pm

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકારના ઢીલા વલણના લીધે કિસાન સંઘ રોષે ભરાયું છે. સરકાર સાથે અનેક સ્તરે અને અનેક તબક્કામાં વાટાઘાટો કરી હોવા છતાં પડતર માંગ અંગે ઉકેલ ન આવતા અને કોઈ બાંયધરી ન મળતા કિસાન સંઘે હવે સરકાર સામે બાંયો ચઢાવી છે. વીજળીના મુદ્દે કિસાન સંઘ આવતીકાલથી સરકાર સામે આંદોલન કરશે. તેઓ સમગ્ર રાજ્યમાં આ આંદોલન કરશે.

આંદોલન પર ઉતરેલા ખેડૂતો તમામ જિલ્લાના કલેક્ટરોને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. આ રજૂઆત પછી પણ સરકાર ન માની તો તે માનશે નહી ત્યાં સુધી આંદોલન જારી રહેશે. ખેડૂત નેતાના જણાવ્યા અનુસાર તેમણે વારંવાર ઊર્જામંત્રીને રજૂઆત કરી છે. બેઠકો કરી છે. તેની સાથે મીટર બિલ ખેડૂતોને કઈ રીતે મોંઘા પડે છે તે પણ સમજાવ્યું છે. ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે હોર્સપાવરમાં જે ટેરિફ બિલ આવે છે તે વાજબી બિલ આવે છે. મીટર બિલના લીધે ખેડૂતોને નુકસાન જાય છે. તેથી કિસાન સંઘ દ્વારા ખેડૂતોને મર્યાદિત બિલ આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. તેથી કિસાન સંઘ ખેડૂતો માટે મર્યાદિત મીટર બિલ બંધ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત ખેડૂતોને પૂરતી વીજળી આપવા મુદ્દે પણ કિસાન સંઘ દ્વારા લાંબા સમયથી આંદોલન તો ચાલે જ છે. જો કે રાજ્ય સરકાર સાથે યોજાયેલી બેઠકમાં આશ્વાસન મળતા કિસાન સંઘે આંદોલન મોકૂફ રાખ્યું હતું. સરકારે જણા્વ્યું હતું કે જે વિસ્તારમાં ખેડૂતનો પાક છે ત્યાં તાત્કાલિક આઠ કલાક વીજળી આપવામાં આવશે. કચ્છ અને બનાસકાંઠામાં આઠ કલાક વીજળી આપવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં આઠ કલાક વીજળી આપવાની તેમણે બાંયધરી આપી હતી. તેની સાથે બેઠકમાં વીજ મીટર ફરજિયાત કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. જો કે આ બેઠક અને ચર્ચાઓ પછી પણ ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા છેવટે કિસાન સંઘે આંદોલનનો માર્ગ લેવો પડ્યો છે.

આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારને ખેડૂતોને નારાજ કરવા પોષાય તેમ નથી તેથી રાજ્ય સરકાર આ તબક્કે વહેલામાં વહેલી તબક્કે નિર્ણય લે તેમ માનવામાં આવે છે. તેથી રાજ્ય સરકાર જરૂર પડી તો આ માટે ખેડૂતોના પડતર પ્રશ્નો ઉકેલવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પણ મદદ લઈ શકે છે.

Your email address will not be published.