અમરેલીમાં મેઘરાજા મહેરબાન થતા ધરતીપુત્રોએ વાવણીના શ્રીગણેશ કર્યા

| Updated: June 12, 2022 6:44 pm

અમરેલીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સતત મેઘમહેર થતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા.

અમરેલીમાં વરસી રહેલા સારા વરસાદને લઈ ખેડૂતોએ ખેતીની વાવણી શરુ કરી છે. અમરેલીમાં સામાન્ય રીતે મગફળી ઉપરાંત કપાસનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ગત સીઝનમાં મગફળીના ઊંચા ભાવ મળ્યા હોય ચાલુ સીઝનમાં મગફળીનું વાવેતર વધવાની શક્યતા છે. ખેડૂતો મગફળી ઉપરાંત કપાસ અને કઠોળ પાકનું પણ વાવેતર કરશે.

ભૂતકાળમાં ભીમ અગિયારસથી ખેડૂતોએ વાવણી કરી જ દેતા ભૂતકાળમાં ભીમ અગિયારસે વરસાદ વરસે કે ન વરસે ખેડૂતો સારું મુહૂર્ત ગણી વાવણીનો પ્રારંભ કરી દેતા હોય છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના વાતાવરણમાં ફેરફાર આવતા ભીમ અગિયારસ બાદ વાવણી થતી હોય છે.

હવામાન વિભાગને સારા વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં તો નોંધપાત્ર વરસાદ વરસી જતા નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી છે.

Your email address will not be published.