નારણપુરામાં અનાથ પરિણીતાની સ્થિતીનો ફાયદો લઇ સસરાએ દુષ્કર્મ આચર્યું, સાસરીયાએ વાત ન માની, માર માર્યો

|Ahmedabad | Updated: July 29, 2022 8:08 pm

નારણપુરા પોલીસે ગુનો નોધી, નિવૃત્ત સસરાની શોધખોળ હાથ ધરી, સસરાએ મજબુરીનો ફાયદો ઉઠાવ્યો

અમદાવાદ
અનાથ બાળકી જે વર્ષોથી આશ્રમમાં રહી અને ઉછરી હતી. તેના લગ્ન યુવક સાથે થયા તે બિમાર હતો અને તેના સાંસરીયા ઝઘડો કરતા હતા પરંતુ તેને કોઇ આશરો ન હોવાથી તે બધુ સહન કરી રહેતી આખરે તેની મજબુરીનો ફાયદો લઇ સસરાએ તેની પર દુષ્કર્મ આચર્યું અને તે અનાથની વાત કોઇ પરિવારે સ્વિકારી નહી. આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

માતા પિતાની છત્રછાયા વગરની યુવતી આશ્રમમાં રહેતી અને તેના લગ્ન થયા હતા. નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં 24 વર્ષીય પરિણીતા સાસરીયા સાથે રહે છે. પતિ શાહિબાગ વિસ્તારમાં સવારે 9 વાગ્યે નોકરી જાય અને સાંજે છ વાગ્યે પરત આવે છે. સાસુ પણ સરકારી કર્મચારી હોવાથી સાવરે આઠ વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ફરજ બજાવે છે. સસરા હીરાનો ધંધો કરતા હોવાથી તે હાલ નિવૃત્ત છે. પરિણીતા એક સંસ્થા ખાતે રહેતી હતી અને 2018માં ઉંઝાના એક વ્યક્તિ સાથે લગ્ન થયા હતા પરંતુ ઘર કંકાસના કારણે છુટાછેડા થયા હતા અને બાદમાં 2020માં બીજા લગ્ન નારણપુરા વિસ્તારમાં થયા હતા. આમ પતિની મગજની બિમારી છે અને હાલ તેમની દવા ચાલુ છે. ઘરમાં પરિણીતાને ઝઘડા થતાં રહેતા હતા પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે પરિણીતા બધુ સહન કરતી હતી. સસરા મારા પર ખરાબ દાનત રાખતા અને એકલી રહેતી ત્યારે સસરા એકલા ઘરે હોય ત્યારે શારિરીક અડપલા કરતા હતા. આ અંગે પતિને જાણ કરી હતી. બાદમાં વર્ષ 2021માં પતિ અને સસરા ઘરે હાજર ન હતા. સસરા ઘરના હોલમાં ક્રિકેટ મેચ જોતા હતા અને ઉંમર લાયક વડ સાસુ બહાર હિંચકા પર સુતા હતા. આ સમયે સસરા આવ્યા અને પરિણીતાના ખભા પર હાથ મુકી મને કહ્યું કે, તું બહુ સરસ લાગે છે અને ઘણુ બધું કામ કરે છે તુ થાકી જતી હોઇશ. તુ હોલમાં આવી મારી સાથે બેસ. જેથી પરિણીતા હોલમાં જઇ તેમની સાથે બેઠી હતી. બાદમાં સસરા કહેવા લાગ્યા કે તુ ખુબ સુંદર લાગે છે તેમ કહી બિભત્સ વાતો કરવા લાગ્યા હતા અને તેના કારણે પરિણીતાને ખરાબ લાગતા તે તેના બેડરુમમાં જઇ સુઇ ગઇ હતી. દરમિયાનમાં સસરા પણ બેડરુમમાં આવી ઇમોશનલ કરી શારિરીક અડપલા કરવા લાગ્યા હતા. પરિણીતાએ બચવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ પરિણીતાને લાફો મારી દીધો હતો અને તે રડવા લાગી હતી. આ સમયે પરિણીતાના હાથ દબાવી ધમકી આપી કે, દુષ્કર્મ નહી કરવા દે તો તેને કાઢી મુકીશ. જેથી પરિણીતા ગભરાઇ ગઇ હતી અને મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. આ બાબતની જાણ પરિણીતાએ તેના સાસુને કરી હતી પરંતુ તેમણે પણ માન્યુ નહી અને મારઝુડ કરી હતી. કોઇને આ બાબાતની જાણ કરીશ તો કાઢી મુકીશ તેવી ધમકી આપી હતી. બાદમાં પતિને પણ આ અંગે કહ્યું પરંતુ તેમણે પણ વિશ્વાસ કર્યો ન હતો. બાદમાં સસરા વારંવાર અડપલા કરતા અને તેને પરેશાન કરતા હતા. આ અંગે પરિવારના સભ્યો કંઇ પણ માનવા તૈયાર ન હતા. આખરે આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

Your email address will not be published.