Fatima Sheikh’s 191st Birthday: ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફમિતા શેખને ગૂગલે આ રીતે કર્યા યાદ

| Updated: January 9, 2022 1:45 pm

આજના દિવસના ભારતના પહેલા મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની 191મી જન્મજયંતિ છે.આ સમયે ગૂગલે તેમનું ડૂડલ બનાવીને યાદ કર્યા છે.અને આ આ પ્રસંગે તેમનું સન્માન કર્યું હતું.

ફાતિમા શેખએ સમાજ સુધારકો જ્યોતિ બા ફુલે અને સાવિત્રી બાઈ ફુલે સાથે મળીને 1848માં સ્વદેશી પુસ્તકાલયની શરૂઆત કરી હતી.સાથે જ દેશની પહેલી કન્યા શાળા હોવાનું માનવામાં આવે છે.

તેમનો જન્મ 9 જાન્યુઆરી 1831ના રોજ પુણેમાં થયો હતો.તેઓ તેમના ભાઇ સાથે રહેતા હતા.ફૂલે દંપતીને તેમના પિતાએ દલિત અને ગરીબોના શિક્ષણ સામે વિરોધ કરવા બદલ ઘરમાંથી કાઢી મૂક્યા હતા તે સમયે ઉસ્માન શેખ અને ફાતિમાએ તેમને આશ્રય આપ્યો હતો.ફૂલે દંપતી અને ફાતિમાએ સાથે મળીને સમાજના ગરીબ અને વંચિત વર્ગ અને મુસ્લિમ મહિલાઓને શિક્ષણ આપવાનું કામની શરૂઆત કરવામાં આવી હતી.

તે ઘરે ઘરે જઈને બાળકોને ભણવા માટે બોલાવતા હતા. સમાજના પ્રભાવશાળી વર્ગ તેમના કામમાં અવરોધો મૂકે છે. તેઓને હેરાન કરવામાં આવ્યા, પરંતુ શેઠ અને તેમના સાથીઓએ હાર માની નહીં.તેઓ બાળકોને ભણવા માટે કોઇ પણ સંજોગોનો સામનો કરવા તૈયાર હતા.

ફાતિમા શેખની વાર્તાને ઐતિહાસિક રીતે અવગણવામાં આવી હોવા છતાં, ભારત સરકારે અન્ય અગ્રણી ભારતીય શિક્ષકો સાથે ઉર્દૂ પાઠ્યપુસ્તકોમાં તેમની પ્રોફાઇલ પ્રદર્શિત કરીને 2014 માં તેમની સિદ્ધિઓ પર નવો પ્રકાશ પાડ્યો હતો.

Your email address will not be published.