કોરોના સામે જંગ: 10 દિવસમાં 3 કરોડ બાળકોને વેક્સિન અપાઈ

| Updated: January 13, 2022 4:55 pm

હાલ કોરોનાની ત્રીજી લહેર આવી રહી ગઇ હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેની સાથે જ દેશમાં હાલ કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.તેની સાથે જ ભારતમાં વેક્સિનેશ (Vaccine)કામગીરીને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.

ભારત સાથે ગુજરાતમાં કિશોરોના રસીકરણની કામગીરી પૂરજોશમા ચાલી રહી છે.15-18 વર્ષની વયજૂથના કિશોરો માટે રસીકરણ (Vaccine) કાર્યક્રમે એક મોટી સિદ્ધી હાસલ કરી છે.મળતી માહિતી અનૂસાર 30 મિલિયનથી વધુ કિશોરોને કોરોના વેક્સિનનો (Vaccine) પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે અને તેની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ માહિતી 15-18 વર્ષની વયના 3 કરોડથી વધુ યુવાનોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે.

કિશોરોના રસીકરણ કાર્યક્રમને એક અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવ્યું હતુ અને તેની સાથે જ થોડા જ સમયમાં આ 20 મિલિયનથી વધુ કિશોરોએ કોવિડ રસીનો (Vaccine) પ્રથમ ડોઝ મેળવ્યો છે.8 જાન્યુઆરીના રોજ બે કરોડ કિશોરોને પ્રથમ ડોઝ મળી ગયો છે.

દિલ્હીની શાળાઓમાં કિશોરો માટે રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવશે અને તેની સાથે રાજયના અધિકારીઓને 20 શાળાઓમાં 15-18 વર્ષના કિશોરો માટે અસ્થાયી રસીકરણ (Vaccine) કેન્દ્રો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.રસીકરણ કેન્દ્રો માટે શાળાના આચાર્ય દ્વારા અલગથી પૂરતી જગ્યા પણ આપવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં 154.61 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે અને તેની સાથે દેશમાં 46 ટકાથી વધુ લોકોએ વેક્સિનના (Vaccine) બંને ડોઝ લઈ લીધા હોવાનું સામે આવ્યું છે.ફરિ વાર કોરોના કેસોમાં વધારો આવવાની સાથે વેક્સિનને (Vaccine) વેગ આપવામાં આવી રહ્યો છે.

Your email address will not be published.