ગાંધીનગરઃ લોક રક્ષક દળની ભરતીની શારીરિક કસોટી ડિસેમ્બર જાન્યુઆરીમાં લેવામાં આવી હતી જ્યારે તેની લેખિત કસોટીની પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવી હતી, તેના ફાઈનલ પરીણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મુદ્દે આજે LRD ભરતી બોર્ડના ચેરમેન ડોક્ટર હસમુખ પટેલે મિડિયા સાથે સંવાદ કર્યો હતો.
ડો. હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ગઈ કાલે ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ અને લેખીતના ગુણ ઉમેરીને ડોક્યુમેન્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કુલ જગ્યાથી 2 ગણા ઉમેદવારોને બોલવવા આવ્યા છે. એક આંકડા મુજબ જોવા જઈએ તો આશરે 21 હજાર ઉમેદવારોને બોલવામાં આવ્યા છે. જુલાઈ મહિનામાં ડોક્યુમેન્ટ વેરફિકેશન માટે ઉમેદવારોને બોલાવામાં આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, PSI માટે પણ ઘણા ઉમેદવારોએ પણ તૈયારી કરી રહ્યા છે. જેથી LRDના ઘણા ઉમેદવારો PSIની પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે તે લોકોને PSI ની પરિણામ આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
ઉમેદવારો કઈ શાખામાં જવા માંગે છે તેનો પસંદગી ક્રમના આધારે નક્કી કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી સમયે પસંદગી ક્રમ પૂછવામાં આવશે.
તેમણે ખાસ ઉમેર્યું હતું કે, જે ઉમેદવારો ગુનામાં સંડોવાયેલા હતા તેમની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આગામી ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની પરીક્ષામાં ગેરલાયક ઠેરવવા તેની રજુઆત કરવામાં આવી છે. 20મી ઓગસ્ટ આજુબાજુમાં ફાઇનલ પરિણામ આવી શકશે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 10,459 જગ્યાની ભરતી જાહેરાત કરવામાં આવી હતી, જે હવે ફાઈનલ તબક્કે પહોંચી છે.
લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રાખવામાં આવી હતી.