જબલપુરની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 10 લોકોના મોત

| Updated: August 1, 2022 5:26 pm

મધ્યપ્રદેશના જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને 13 જેટલા લોકો ઘાયલ થયા હતા. દમોહ નાકા શિવનગરની ન્યુ લાઈફ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગી હતી. જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના લોકો હોસ્પિટલના કર્મચારીઓ છે. આગ કાબૂમાં આવી ગઈ છે પરંતુ હોસ્પિટલમાં અરાજકતા જોવા મળી રહી છે. અહીં દાખલ દર્દીઓને બહાર કાઢીને હવે અન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જબલપુરના મુખ્ય પોલીસ અધિક્ષક અખિલેશ ગૌરે જણાવ્યું કે હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ફેલાઈ હતી.

આ ઘટના પર દુખ વ્યક્ત કરતા સીએમ શિવરાજ સિંહે ટ્વિટ કર્યું છે. તેમણે જીવ ગુમાવનારાઓને આર્થિક મદદની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. તે જ સમયે ગંભીર રીતે ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સાથે ઘાયલોની સંપૂર્ણ સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે.

હોસ્પિટલમાં બહાર નીકળવા માટે માત્ર એક રસ્તો

જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો હોવાથી મોટાભાગના લોકો અંદર ફસાઈ ગયા હતા. દરમિયાન જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હોસ્પિટલની આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડના વાહનો તેના પર કાબૂ મેળવી શક્યા ન હતા. ત્યારબાદ વીજ વિભાગના કર્મચારીઓએ વીજ જોડાણ કાપી નાખ્યું હતું. આ પછી લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ આગની ઘટનામાં ઘટના સ્થળે જ 4 ના મોત થયા હતા

ઘટનાની પુષ્ટિ કરતા જબલપુરના એસપી સિદ્ધાર્થ બહુગુણાએ જણાવ્યું કે ગંભીર રીતે દાઝી જવાને કારણે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સાથે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેઓની હાલત ગંભીક છે. આ સાથે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોની ઓળખ હાલ કરવામાં આવી રહી છે.

આ ઘટના પર મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન પણ આવ્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે જબલપુરની એક હોસ્પિટલમાં ભયાનક આગ અકસ્માતના દુઃખદ સમાચાર મળ્યા છે. હું સ્થાનિક વહીવટીતંત્ર અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છું. મુખ્ય સચિવને સમગ્ર મામલામાં નજર રાખવા સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Your email address will not be published.