હાઇકોર્ટ નજીક આવેલી ગણેશ મેરિડિયનમાં ભીષણ આગઃ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

| Updated: May 7, 2022 4:53 pm

અમદાવાદઃ ગરમીનો પારો જેમ-જેમ ઊંચે જઈ રહ્યો છે તેમ તેમ શહેરમાં આગના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના એસજી હાઈવે ઉપર આવેલી ગણેશ મેરિડિયન બિલ્ડિંગમાં શુક્રવારે મોડી સાંજે આગ લાગવાની ઘટના બની હતી.

ગુજરાત હાઈકોર્ટ નજીક આવેલી આ બિલ્ડિંગના સાતમાં અને આઠમા માળે આગ લાગી હતી.કોઈ કારણોસર લાગેલી આગ જોત જોતામાં વિકરાળ બની હતી. અને આગની લપટો બિલ્ડિંગની બારીઓમાંથી બહાર નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની એક પછી એક એમ 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ ઉપર કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના એસજી હાઈવે ઉપર ગુજરાત હાઈકોર્ટની બાજુમાં આવેલી ગણેશ મેરેડિનય બ્લિડિંગમાં શુક્રવારે મોડી સાંજે આગ લાગી હતી.આગ સાતમા અને આઠમા માળે લાગી હતી.બીજી તરફ ઘટનાની ગંભીરતાને લઈને બિલ્ડિંગની તમામ ઓફિસોને ખાલી કરવાની ફરજ પડી હતી. જોકે, અત્યાર સુધીમાં આગથી કોઈ જાનહાનિ થઈ નથી.

માનવામાં આવી રહ્યું છે કે ઓફિસ સમય બાદ આગ લાગી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયર બ્રિગેડની 12 જેટલી ફાયરની ગાડીઓ મંગાવીને આગ ઉપર કાબૂ મેળવાની કામગીરી હાથધરી હતી.

સાતમા અને આઠમા માળેલી આગ ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગની લપટો બારીમાંથી બહાર નીકળતી દેખાતી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. આગ છેક વહેલી સવારે કાબૂમાં આવી હતી.

Your email address will not be published.