ગુલબાઈ ટેકરા રોડ પાસે આવલે કોમ્પલેક્ષમાં લાગી આગ, પાંચ દુકાનો અને ત્રણ વાહનો બળીને ખાખ

| Updated: April 18, 2022 5:43 pm

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલ સત્યમ કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની ઘટનાની જાણ ફાયરને કરતા 13 ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. આ આગના બનાવમાં હાલ કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ આગ લાગવાનું કારણ પણ હજી જાણી શકાયું નથી.

આ બનાવની મળતી માહિતી મુજબ, નવરંગપુરા સત્યમ કોમ્પલેક્સમાં બ્યુટીકની દુકાનમાં આજે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાને પગલે આસપાસમાં આવેલી ચારથી પાંચ દુકાનો પણ લપેટમાં આવી ગઈ હતી અને ધીમે-ધીમે નીચેની તરફ હતી આગની જ્વાળાઓ વધુ ફેલાતા નીચે ત્રણ એક્ટિવા પણ આગની લપેટમાં આવી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઇ લેવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Your email address will not be published.