અમદાવાદ એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા દર્દીઓના સગાઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ શોર્ટ શર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજયમાં દિવસે દિવસે ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અદાવાદના એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે આવલે આઈસીયુ સેન્ટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ લાગતા દર્દીઓમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. જો કે દર્દીઓને તાત્કાલિક ધોરણે તે વોર્ડમાંથી અન્ય વોર્ડમા શીફટ કરી દેતા મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આઈસીયૂ વોર્ડમાં આગ લાગવાના કારણે હોસ્પિટલ તંત્રએ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા હતા. આ આગને લઈ આઈસીયુ વોર્ડમાં ભારે નુકસાન થયું હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.