બોલીવૂડના પ્રથમ ખાન પ્રખર દેશભક્ત પણ હતા

| Updated: July 8, 2021 8:55 pm

જીવન પણ મૃત્યુ જેટલું જ વિસ્મયકારી હોઈ સકે છે. એક અચાનક બનેલી પ્રલયકારી ઘટના, જેની ઉત્પતિ કોઈની કલ્પના બહારની વાત હોય છે અને તેના પરિણામો પણ બધાના નિયંત્રણ બહાર હોય છે. આવી ઘટના તમને દરેક પરિસ્થિતિથી દૂર કોઈ અજાણી સ્થિતિમાં પહોંચાડી દે છે.

મોહમ્મદ યુસુફ ખાન 28 વર્ષના હતા જ્યારે 1947માં ભારતના ભાગલા થયા. તેમનું જન્મ સ્થળ પેશાવર ત્યારે પાકિસ્તાનનો ભાગ બનીને રહી ગયું. મોહમ્મદ યુસુફ ખાનના પિતા લાલા ગુલામ સરવર ખાનના પેશાવરમાં ફળોના બગીચા હતા અને ફળોનો વેપાર કરતા હતા. તેઓ પોતાના પરિવાર સાથે 1930માં મહારાષ્ટ્ર આવ્યા. પોતાના નામની આગળ લાલા તેઓ ગર્વથી લગાડતા કારણ કે એ સમયે લાલા શબ્દ દેશના ઉત્તર-પશ્ચિમ ભાગની બિનસાંપ્રદાયિકતા નું પ્રતીક હતું.

પણ દેશની આ વિવિધતામાં રાજનીતિ ધીરે ધીરે ઝેર ઘોળી રહી હતી. આપણા પાઠ્યપુસ્તકો આપણને જણાવે છે કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યે રેલ્વેની સ્થાપના કરી, પણ એ વાત નથી જણાવતા કે રેલવે દ્વારા અંગ્રેજી શાસકોએ દેશમાં સાંપ્રદાયિકતા નું ઝેર પણ ભેળવવું. ફ્રન્ટીયર મેલમાં પ્રવાસ કરી રહેલા યુસુફે બહાર પ્લેટફોર્મ પરથી બૂમો સાંભળી “હિન્દુ ચાય”, “મુસ્લિમ ચાય” અને પેશાવર થી ઢાકા સુધી બધે પાણીના નળ ઉપર “હિન્દુ પાણી” અને “મુસ્લિમ પાણી”ના લેબલ લગાવેલા હતા.

યુવા યુસુફે ઘણી જગ્યાએ પોતાની કિસ્મત અજમાવી અને નાની-મોટી નોકરી કરી, પણ કશું ખાસ થયું નહીં. બોમ્બે ટોકીઝના માલિક હિમાંશુ રાય અને તેમના પત્ની દેવિકા રાણી સાથેની મુલાકાતે યુસુફની કિસ્મત બદલી.

મોહમ્મદ યુસુફના નેણ નક્ષ, તેમની બોલી, ચાલ અને છલકાતી પ્રતિભાને જોઈ દેવિકા રાણી અને તેમના પતિ હિમાંશુ રાય આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને પા પા પગલી કરી રહેલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવાની તક આપી. દેવિકા રાણીએ મોહમ્મદ યુસુફને ઉપનામ પસંદ કરવાનું કહ્યું. મહંમદ યુસુફ એ પસંદ કર્યું “દિલીપકુમાર”.

તેમની પ્રથમ ફિલ્મ “જવારભાટા નિષ્ફળ સાબિત થઈ”. વર્ષો સુધી તેમણે સંઘર્ષ કર્યો અને પછી આવી 1949ની યાદગાર ફિલ્મ અંદાજ જેમાં તેમણે પેશાવરમાં જન્મેલા અને તેમના મિત્ર રાજ કપૂર સાથે કામ કર્યું. 1947માં એવી કોઈ સંભાવના નહોતી કે યુસુફખાન સુપ્રસિદ્ધ દિલીપકુમાર બનશે. પણ દેશના ભાગલા એ એમને પસંદગીની તક આપી. પાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ નવી પ્રતિભા ની શોધમાં હતું.
1947માં મહંમદ યુસુફ ખાને પાકિસ્તાનના બદલે ભારતની પસંદગી કરી. કારણ કે લાખો બીજા મુસલમાન યુવાનની જેમ મોહમ્મદ યુસુફ ખાન પણ પાકિસ્તાનની કટ્ટર વિચારો કરતા ભારતની અનેકતામાં એકતાની સદીઓ પહેલાંની વિચારધારામાં વિશ્વાસ હતો.

મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પહેલો ખાન ભારત દેશનો અવ્વલ દરજ્જાનો દેશભક્ત પણ હતો.
આઝાદીના સાત દાયકા બાદ પણ 1947ના દબાણને ભૂલવું ન જોઈએ. દેશમાં જાણી જોઈને સુઆયોજિત કોમી રમખાણો પલકારામાં થતા અને બીજા શહેરોની જેમ મુંબઈ પણ એક જ્વાળામુખી સમાન હતું જેમાં હિન્દુ મુસ્લિમ બંને પ્રમાણમાં વસતાં. એક માયાવી નગરીના સ્વપ્ના તરીકે એક સમુદાયને પાકિસ્તાનના સપનાં વેચવામાં આવ્યા હતા. એટલે ભાગલા સમયે સ્થળાંતર કરી ભારત છોડી અને પાકિસ્તાનમાં સ્થાયી થવું એ ખૂબ સહજ વિચાર હતો આ યુવાન માટે. પણ દિલીપ કુમારનો ભારતમાં રહેવાનો નિર્ણય એ વાતની સાબિતી આપી ગયો કે એ યુવાન ને દિવાસ્વપ્નો નહીં પણ હકીકતની વિચારધારા વધુ પસંદ હતી.

રાજકારણમાં વધુ રુચિ ન ધરાવવા છતાં દિલીપ કુમારને કોંગ્રેસે રાજ્યસભા સાંસદ બનાવ્યા હતા. પણ તેમની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉચ્ચ કોટિની હતી અને બિનસાંપ્રદાયિકતા, સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા અને લોકતંત્ર ના મજબૂત પાયા પર અડગ ઉભી હતી.

છેલ્લા ત્રણ દાયકાઓના ત્રણ ખાન- શાહરૂખ, આમિર અને સલમાનને ક્યારેય પડદા ઉપર ઉપનામ લેવાની જરૂર નથી પડી. કારણ કે આજનો ભારતીય, જે હિન્દી ફિલ્મ ઉદ્યોગને જીવંત રાખે છે, તે 1940ના જમાનાની ધાર્મિક ખચકાટને નથી અનુભવી રહ્યો. યુસુફ ખાન બ્રિટિશ શાસન દરમિયાન દિલીપકુમાર બન્યા જ્યારે શાહરૂખ, આમિર અને સલમાનનો તો જન્મ જ ભારતમાં થયો છે.

ફિલ્મ જગતનો સૌપ્રથમ ફિલ્મફેર અવોર્ડ દિલીપકુમારને ફાળે જાય છે અને તેઓ સૌથી પહેલા મહાનાયક બન્યા જેમને એક ફિલ્મ માટે એક લાખ રૂપિયા મળ્યા. ડેવિડ લીન નામના ફિલ્મ નિર્માતાની લોરેન્સ ઓફ અરેબિયામાં કામ કરવાની આંતરરાષ્ટ્રીય ઓફર તેમણે નકારી ન હોત તો આજે તેઓ આંતરરાષ્ટ્રીય ફિલ્મ જગતમાં પણ નામના પ્રાપ્ત કરી હોત.

મને ફક્ત એક જ વાતનો અફસોસ છે અને એ છે એમની સાથે જોડાયેલું એક ઉપનામ ટ્રેજેડી કિંગ. જે લોકોએ આઝાદ અને કોહિનૂર જેવી ફિલ્મો નિહાળી છે તેઓ એ વાતના સાક્ષી છે કે દિલીપ કુમાર બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. આવી સિદ્ધિ તેને જઈ વરે જેણે ખંતથી કામ કર્યું હોય. ‘મધુબન મેં રાધિકા નાચે રે’ ગીત ઉપર ગાતા ગાતા સિતાર વગાડતા દિલીપ કુમારને ધ્યાનથી કોઇ જોશે તો ખ્યાલ જ હશે કે પાંચ મિનિટના આ સીનને પુરેપુરો ન્યાય આપવા માટે અભિનેતાએ સિતાર વગાડવાની તાલીમ લીધી હતી. મહેનત થકી જ ટેલેન્ટ અને પ્રતિભા બહાર આવે છે એની આ વાતે સાબિતી પૂરી.

દિલીપ કુમારને ધર્મમાં ખૂબ આસ્થા હતી. કુરાનમાં લખેલી એક વાત અહીં યાદ આવે જે અલ્લાહ થકી આવ્યા છે તેઓ અલ્લાહ પાસે જાય છે. દિલીપ કુમાર આપણા બધા માટે એક સંદેશો મૂકીને ગયા છે – ભારતીય મુસ્લિમ દેશભક્ત છે.

Your email address will not be published.