વિશ્વમાં પ્રથમ વખત ગુજરાતમાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ

| Updated: August 5, 2022 4:26 pm

ગુજરાતમાં (Gujarat) ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને રાજ્ય સરકારની આ ઐતિહાસિક પહેલનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતમાં (Gujarat) આધુનિક ટેકનોલોજીના ઉપયોગની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. દેશ અને દુનિયામાં ડ્રોન ટેકનોલોજી દ્વારા સૌપ્રથમ વખત ગુજરાતના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ થઈ રહ્યો છે એ માટે તેમણે ખેડૂતોને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાના ઉપયોગથી રાસાયણિક ખાતરોની આયાતમાં ખર્ચાતું વિદેશી હૂંડિયામણ બચશે અને સબસીડીનો ખર્ચ પણ ઘટશે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવથી પાણીની પણ બચત થશે. નાની નાની વસ્તુઓની કાળજી લેવાથી આપણે દેશની મોટી સેવા કરી શકીશું.

વિશ્વમાં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ કરવાનો આરંભ કરવામાં આવ્યો છે, તેનો આનંદ વ્યક્ત કરીને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સાંઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની સમૃઘ્ઘિ, સલામતી અને આર્થિક ઉન્નિતનું સ્વપ્ન જોયું છે. જેને સફળ બનાવવા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધી રહ્યા છે. 

 નેનો યુરિયાનું સંશોઘન વિશ્વમાં સૌ પ્રથમ ઇફકોએ કર્યું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાને ઘરતી અને વાયુના રક્ષણ તથા સૌ નાગરિકોના આરોગ્યની સલામતી માટે યુરિયાના વપરાશને ઘટાડવા અનુરોઘ કર્યો હતો. ઇફકોના સંશોઘકોએ નવીન પ્રયોગો હાથ ઘરીને નેનો યુરિયાનું નિર્માણ કર્યું છે. 

ખેતી નિયામક એસ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વઘે તે માટે રાજય સરકારે બજેટમાં રૂ. 35 કરોડની જોગવાઇ કરી છે. જેના થકી 1.40 લાખ એકરમાં એટૂસોર્સ અને આઇ.ખેડૂત પોર્ટલ પધ્ધતિથી કામગીરી કરવામાં આવનાર છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોના નામની યાદી તૈયાર કરવામાં આવશે. તેમના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ ડ્રોન થકી કરીને ઇફકો દ્વારા એવેલ્યુશન રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ કાર્ય માટે ઇફકો સંસ્થા દ્વારા રાજયમાં 35 ડ્રોન લાવવામાં આવ્યા છે. તેમજ ફિલ્ડ સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે. 

તેમણે જણાવ્યું હતું કે, આઇ- ખેડૂત પોર્ટલ પધ્ધતિ મારફતે રૂ. 23 કરોડનો ખર્ચ થશે. 92 હજાર એકરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવશે. વ્યક્તિગત ખેડૂતોએ આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ પટેલ, ગાંધીનગર(દ) ઘારાસભ્ય શંભુજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, ગામના સરપંચ મીનાબેન ઠાકોર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ ભીમજીયાણી, જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ સહિત ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: બારડોલીમાં આગામી 14 થી 16 ઓગસ્ટના રોજ કૃષિ ચિંતન શિબિર યોજાશે

Your email address will not be published.