તળામાં એક સાથે પાંચ જીંદગી ડૂબી: સુરેન્દ્રનગરમાં રક્ષાબંધનના એક અઠવાડિયા પૂર્વે જ ચાર દિકરીઓના મોત

| Updated: August 3, 2022 6:29 pm

ધ્રાંગધ્રામાં તળાવડીમાં ચાર બાળકી સહિત પાંચ લોકો ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. આ લોકો બપોરના સમયે ન્હાવા માટે તળાવડી ગયા હતા ત્યાર બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે વેળા તળાવમાં મૃતદેહ જોતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાંચેય લાશોને બહાર નીકાળવામાં આવી હતી. આ બનાવને લઈ પંથકમાં ભારે ચકચાર જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં આજે ચાર બાળકી સહિત પાંચ લોકોના ડૂબી જતા મોત થયા છે. આ અંગેની જાણ લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફાયરને ઘટનાની જાણ કરતા તેઓ પણ આવી પહોંચ્યા હતા. ફાયર અને તરવૈયાની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. એકસાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.

મળતી માહિતી પ્રમાણે, ખેતમજૂરી કામે આવેલા બે આદિવાસી પરિવારના પાંચ બાળકો રોજ આ તળાવમાં ન્હાવા જતા હતા. જો કે, આજે ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી ચાર બાળકી અને એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જેમાં બાળકો જોવા ન મળતા એક પરિવારના પિતા પારસીંગભાઇ તળાવ બાજુ છોકરાઓને જોવા જતા તળાવમાં એક બાળકીની લાશને તરતી જોઇને એમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

મૃતકોના નામ

પ્રિયંકા પારસીંગભાઈ (ઉ.વ.5)
દિનકી પારસીંગભાઈ ( ઉ.વ.7)
અલ્કેશ પારસીંગભાઈ (ઉ.વ.10)
લક્ષ્મી પ્રતાપભાઈ (ઉ.વ.9)
સંજલા પ્રતાપભાઈ (ઉ.વ.7)

Your email address will not be published.