રાજયના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યું છે. વરસાદની સાથે કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે. રાજ્યમાં અઠવાડિયામાં જ વીજળી પડવાની ઘટનામાં 5 લોકોનાં મોત થયાં છે.
રાજયમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં પાચ લોકોના મોત થયા છે. વીજળી પડે ત્યારે ઘણી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. જેમાં ઈલેકટ્રિકનાં ઉપકરણો પાણીની લાઇનો તથા ભેજથી દૂર રાખવાં. વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું.
જે વિસ્તારમાં અવકાશી વીજળી પડે છે ત્યા વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જતું હોય છે. વીજળી પડે તો તરત જ ઘરની મેઈન સ્વીચ બંધ કરી દેવી જોઈએ. ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું. ભયાનક વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઊભા ન રહેવું. તમામ ઈલેક્ટ્રિક ઉપકરણોના પ્લગ કાઢી લેવાં. ફિશિંગ રોડ કે છત્રી પકડી રાખવી નહિ. ઈલેકટ્રિક થાંભલા/ટેલિફોન થાંભલાને અડવું નહીં.
અઠવાડિયામાં વીજળી પડવાથી થયેલી મોતની ઘટનાઓ
રાજકોટના મેટોડામાં વીજળી પડતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની નીરજ શ્યામ યાદવ નામના યુવાનનું મોત થયું હતું.
પાટણમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું મોત થયું હતું
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામે ખેતરમાં કામ કરી રહેલી એક પરિણીતા પર અચાનક વીજળી પડતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
ભચાઉના ચોબારી ગામમાં ઘેટાં-બકરાં ચરાવતા બે યુવક પર વીજળી પડતાં તેમનાં મોત નીપજ્યાં હતાં.