પત્ની-ત્રણ દિકરીઓનું ગળું કાપી હત્યા કરી, પતિ ફાંસીના ફંદા પર; દિવાલો પર ફેલાયા લોહીના છાંટા

| Updated: April 16, 2022 5:36 pm

પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા થતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ ઘટનામાં ત્રણ દિકરી અને પત્નીને મોતના ઘાટ ઉતારી દેવામાં આવી છે અને પતિ બાથરુમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરની દિવાલો પર લોહીના છાંટાઓ જોવા મળ્યા હતા. આ બનાવને લઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં મૃતકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં મૃતક પતિ રાહુલ તિવારી, પત્ની પ્રીતિ અને ત્રણ પુત્રી માહી, પીહૂ અને પોહૂ સ્વરૂપે થઈ છે. પોલીસને સંભાવના છે કે પતિએ પહેલા પત્ની અને 3 દીકરીની હત્યા કરી અને પછી પોતે ફાંસીએ લટકી ગયો હશે. મૃતક રાહુલની બહેનનો આરોપ છે કે તેના સાસરે થોડો વિખવાદ ચાલી રહ્યો હતો. તેમણે જ કોઈ ષડયંત્ર કર્યું હોઈ શકે છે.

આ અંગે SSP અજય કુમારે જણાવ્યું છે કે, રાહુલ હત્યા કરી પોતે ફાંસી પર ચઢી ગયો કે કોઈ અન્યએ પાંચેયની હત્યા કરી છે તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તમામ એન્ગલ પર તપાસ કરી રહી છે. આ કેસની તપાસમાં હાલ 7 ટીમ બનાવવામાં આવી છે.

મોતના વિરોધને લઈને કરવામાં આવેલા સંઘર્ષને કારણે બેડ પર પડેલી ચારેય લાશોનાં કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયાં છે. આટલું જ નહીં, મહિલાના પગમાં અને તકિયામાં લોહી મળ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે બાથરૂમમાં ફંદા પર લટકી રહેલા રાહુલના શરીર પર ઈજા તો નથી, પણ કપડાં અને હાથમાં લોહી જોઈ શકાય છે.

Your email address will not be published.