ગુજરાતનો (Gujarat) પાંચ વર્ષનો ધૈર્ય અમિત શ્રોફ ભારતનો સૌથી યુવા ચેસ ખેલાડી અને વિશ્વનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો છે. આની પુષ્ટિ વૈશ્વિક ચેસ સંસ્થા FIDE એ પણ કરી છે. તેણે પાંચ વર્ષ, ચાર મહિના અને બે દિવસની ઉંમરે પુણેના સાર્થક દેશપાંડે જે પાંચ વર્ષ અને 11 મહિનાની ઉંમરે સૌથી યુવા રેટેડ ખેલાડી બન્યો હતો તેનો રેકોર્ડ તોડી આ સિદ્ધિ હાંસલ કરી છે.
ગયા વર્ષે કોરોનાની બીજી લહેરના લોકડાઉન દરમિયાન જ ધૈર્ય રમતમાં જોડાયો હતો. ધૈર્યાના પિતા અમિત શ્રોફે જણાવ્યું કે, ધૈર્ય માત્ર ચાર વર્ષનો હતો અને તેમને ઓનલાઈન ચેસ રમતા જોતો હતો અને ધીમે – ધીમે રમતમાં રસ કેળવવા લાગ્યો. તેમણે ધૈર્યને નિયમો અને ચાલ સમજાવ્યા અને તેણે સરળતાથી સમજી લીધું હતું.
ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) ના પ્રવક્તાએ યુરોપના ડેટા ગોપનીયતા નિયમોને ટાંકીને વિશ્વના સૌથી યુવા રેટેડ ખેલાડીની ઉંમર અંગે વિગતવાર માહિતીનો ઇનકાર કર્યો હતો. પ્રવક્તાએ કહ્યું, વિશ્વના સૌથી યુવા રેટેડ ખેલાડીઓમાં ફ્રાન્સના લુકા પ્રોટોપોપેસ્કુની રેટિંગ 1369 છે, જ્યારે અઝરબૈજાનની અમીરા ઈસ્માઈલોવાની રેટિંગ 1136, ભારતના ધૈર્ય અમિત શ્રોફની રેટિંગ 1074, ઈરાનના સેમ રમઝાની રેટિંગ 1013, અને સર્બિયાના એન્ડ્રેજ બ્રાજિકની રેટિંગ 1310 છે.
આ પણ વાંચો: IAS અધિકારી કે.રાજેશને ત્યાં દરોડા, વિશ્વાસુ રફીકની ધરપકડ