આસામમાં (Assam) ચોમાસા પૂર્વે જ પૂર અને ભૂસ્ખલન થવાથી રાજ્યમાં ગંભીર સ્થિતિ બની છે. રાજ્યના 34 માંથી 29 જિલ્લાઓમાં લગભગ 7.12 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે અને મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે.
કોપિલી નદી કામપુર ખાતે સૌથી વધુ પૂરના સ્તરથી ઉપર વહી રહી છે, કોપિલી, ડિસાંગ અને બ્રહ્મપુત્રા નદીઓ અનુક્રમે ધરમતુલ, નંગલામુરાઘાટ અને નેમતીઘાટ ખાતે જોખમના સ્તરના નિશાનથી ઉપર વહી રહી છે. શુક્રવારે વધુ ચાર લોકો પૂરમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે કચર જિલ્લામાં બે લોકોના મોત થયા હતા, લખીમપુર અને નાગાંવમાં એક-એકનું મોત થયું હતું
બરપેટા, બિશ્વનાથ, બોંગાઈગાંવ, કચર, ચરાઈદેવ, દરરંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, દિમા હસાઓ, ગોલપારા, ગોલાઘાટ, હૈલાકાંડી, હોજાઈ, જોરહાટ, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, કાર્બી આંગલોંગ વેસ્ટ, કરીમગંજ, કોખરાજી, કોખરાજી, વેસ્ટ માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, સોનિતપુર, દક્ષિણ સલમાર, તિનસુકિયા અને ઉદલગુરી આ જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત થયેલા છે. 234 રાહત શિબિરોમાં 74,705થી પણ વધુ લોકોએ આશ્રય લીધો છે.
એએસડીએમએ જણાવ્યું કે, NDRF, SDRFની મદદથી 21,884 ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાની મદદથી છેલ્લા બે દિવસમાં દિમા હસાઓ જિલ્લામાંથી 269 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સિલચર લઈ જવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકોને વિનામૂલ્યે રાહત આપવા માટે રાજ્ય સરકારે કચર અને દિમા હાસાઓ જિલ્લાને વધારાના રૂ. 2 કરોડ ફાળવ્યા છે.
આસામ (Assam) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નજીકના રાજ્યોના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને વધારવા માટે પણ વિચારી રહી છે જેથી પરિસ્થિતિ વધુ ગંભીર બને તો પ્રતિભાવને વધુ મજબૂત કરી શકાય.
ISROના નિષ્ણાતોની એક ટીમ ડ્રોન અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને ડિમા હાસાઓમાં ઝડપી નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે જેથી આપત્તિ પછીની આવશ્યકતાના મૂલ્યાંકનની માહિતી આપી શકાય. પહાડી જિલ્લામાં દૂરના વિસ્તારો સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે તૂટેલી કોમ્યુનિકેશન સિસ્ટમને પુનઃપ્રાપ્ત કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નવી બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું