અમદાવાદમાં ફલાવર શો કેન્સલ થતા તમામ ફૂલોનો વપરાશ હવે બગીચામાં થશે

| Updated: January 9, 2022 1:41 pm

કોવિડના કેસોમાં ઉછાળાને કારણે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેનો ફ્લાવર શો રદ થતા અમદાવાદીઓ નિરાશ થયા હતા. અમદાવાદીઓની નિરાશા દુર કરવા માટે આ સુંદર ફૂલોથી અને છોડથી શહેરના વિવિધ બગીચાઓ અને જાહેર જગ્યાઓને શણગારવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો માટે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશને 50 લાખના ખર્ચે 5 લાખથી વધુ રોપા અને ફૂલછોડ સ્થાપ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડનમાં એક લાખથી વધુ ફૂલછોડનું વાવેતર કરવામાં આવશે, જ્યારે બાકીનાનું વાવેતર શહેરભરના જુદા જુદા બગીચાઓમાં કરવામાં આવશે.

શહેરમાં કોવિડ-19 કેસોની વધતી સંખ્યાને કારણે 8 જાન્યુઆરીથી શરૂ થનારા ફ્લાવર શોને રદ કરવામાં આવ્યો હતો. એએમસીએ ફ્લાવર શો-2022 માટે 4 કરોડ રૂપિયાનું બજેટ પસાર કર્યું હતું અને સાત લાખ ફૂલોના છોડ તૈયાર કરવામાં આવ્યા હતા.

હવે, એએમસીએ આ પ્લાન્ટ્સ લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, તિલક બાગ અને સરદાર બાગમાં સ્થાપિત કરવાનું શરૂ કર્યું છે. લોકો શહેરભરમાં રંગબેરંગી ફૂલો જોઈ શકશે. પાર્ક્સ એન્ડ ગાર્ડન્સના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, “અમે આ શો માટે 7 લાખ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ ખરીદ્યા હતા. અમે તેને શહેરના વિવિધ બગીચાઓમાં રોપવાનું શરૂ કર્યું છે.”

Your email address will not be published.