દેશમાં પહેલી વખત સુરતમાં બનશે પાણીમાંથી ઘરેલું ગેસ

| Updated: July 31, 2022 6:15 pm

આજના સમયમાં દરેક વસ્તુઓ મોંઘી થઇ રહી છે.અને હજુ પણ તેના દરમાં વધારો થઇ રહ્યો છે.સામાન્ય જનતા પર મોંઘવારીનો માર ચાલુ જ છે. તો સુરતમાં એક નવી વસ્તુ બનાવામાં આવી છે જેમાં પાણીમાંથી હાઈડ્રોજન ગેસ બનાવવામાં આવશે.

આ હાઈડ્રોજનને નિશ્ચિત માત્રામાં નેચરલ ગેસ મિક્સ કરવામાં આવશે અને ઘરોમાં વિતરણ કરવામાં આવશે.પહેલા સુરતના કવાસ ખાતે આવેલી એનટીપીસીની ટાઉનશિપમાં 200 ઘરોમાં હાઈડ્રોજન સાથે મિક્સ કરી આપવામાં આવશે.

મહત્વની વાત એ છે કે પાણીમાં હાઈડ્રોજન બનાવવા માટે જે વિજળીનો ઉપયોગ કરાશે તે સોલાર એનર્જીથી ઉત્પાદનથી કરવામાં આવશે.

એક જ વાર ખર્ચ:

મહત્વની વાત એ છે કે પ્લાન્ટની સ્થાપના કરવા એક વાર ખર્ચ કરશો અને તે પછી તમારે ખાલી તને સારસંભાળ માટે જ ખર્ચ થશે જેના કારણે તમને ફાયદો થશે.બીજી બાજુ સુર્ય ઉર્જા દ્વારા સોલાર પેનલથી વીજ ઉત્પાદન થતું પણ રહેશે જેના કારણે વીજ ઉત્પાદનમાં ફાયદો મળશે.

પ્રદૂષણ ઓછું થશે :

હાઈડ્રોજનને મેળવીને આ ગેસ બનાવવામાં આવશે જેથી કાર્બનું પ્રમાણ ઓછું થશે અને પ્રદૂષણ ઓછું થશે
ચરલ ગેસમાં જેટલા ટકા હાઈડ્રોજન મેળવવામાં આવશે તેટલી જ સસ્તો ગેસ થશે જેના કારણે બચત થશે.મહત્વની વાત એ છે દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે.જો એનો તોડ ગોતવામાં આવે તો જ તેની કિંમતમાં ધટાડો થઇ શકે છે બાકી રોજ ઘરવખરીના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

રાંધણ ગેસ હોઇ કે ઘરવખરીની કોઇ પણ વસ્તુ હોય તેના ભાવમાં વધારા થઇ રહ્યા છે.લોકોને હવે પોતાનું જીવન કઇ રીતે પ્રસાર કરવું તે પણ હવે મોટો સવાલ છે.સામાન્ય લોકો માથે આ મોંઘવારી મડરાઇ રહી છે.હવે આગામી દિવસોમાં જો આ રીતે દરેક વસ્તુઓ માટે કોઇને કોઇ ઉપાય મળી જાય તો ધણુ સસ્તું થઇ શકે છે અને સામાન્ય લોકોને રાહત મળી શકે છે.

Your email address will not be published.