દેશમાં પહેલીવાર પુરૂષો લઘુમતીમાં અને સ્ત્રીઓ બહુમતીમાં: 1000 પુરુષોની સામે હવે 1,020 સ્ત્રીઓ

| Updated: November 25, 2021 7:40 pm

સ્ત્રીને શક્તિ તરીકે પુજતા આપણાં સમાજમાં વર્ષોથી સ્ત્રીઓની ઓછી સંખ્યા પડકારરુપ રહી હતી. પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં આ પરિસ્થિતિ બદલાતી ગઇ છે. હાલ ભારતમાં પુરુષો લધુમતીમાં છે જયારે સ્ત્રીઓ બહુમતી ઘરાવે છે. દેશમાં પહેલીવાર એવી સ્થિતિ સર્જાઇ છે કે દર 1000 પુરુષોની સામે 1,020 સ્ત્રીઓ છે.

આ ફક્ત આંકડા નથી. આ દર્શાવે છે દેશમાં મહિલાઓની વધતી તાકાત, સ્ત્રી સશક્તિકરણની સફળતા અને નવા ભારતની મહિલાઓની ઓળખ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડામાં આ હકિકત દેશ સમક્ષ આવી છે. NFHS-4ના રાષ્ટ્રીય સ્તરે થયેલા સર્વેમાં દેશમાં પ્રજનન દર ઘટીને 2.0 થયા હોવા અંગે પણ ઉલ્લેખ કરાયો છે. એટલે કે દેશમાં માતા બનનાર મહિલા સરેરાશ 2 બાળકોને જન્મ આપે છે.

દેશમાં મહિલાઓની સંખ્યામાં વધારો 2015-16 બાદ નોંધાયો છે. 2015-16 સુધી દર એક હજાર પુરૂષ દીઠ 991 સ્ત્રીઓ હતી અને માતા બનનાર મહિલાઓનો પ્રજનન દર 2.2 હતો. દર હજાર પુરુષ દીઠ મહિલાઓની સંખ્યામાં વધારો એ બદલાયેલા સમાજની નિશાની પણ છે. સાથે જ કેન્દ્રની મોદી સરકાર દ્વારા શરુ કરાયેલ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ જેવી લોક ઝૂંબેશની પણ હકારાત્મક અસર કહી શકાય.

Your email address will not be published. Required fields are marked *