અરવલ્લીમાં સતત બીજા દિવસે પણ ખાતર માટે જગતનો તાત પરેશાન

| Updated: January 5, 2022 5:30 pm

અરવલ્લીના મેધરજમાં આવેલા રેલ્લાવાડા ખાતે સતત બે દિવસથી ખેડૂતોને રાસાયણિક ખાતર માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, સતત બે દિવસથી ખેડૂતો પોતાના પરિવાર સાથે વહેલી સવારથી જ લાઇન લગાવતા હોવા છતાં ખાતર ન મળતું હોવાથી ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો છે.

વિગતો એવી છે કે છેલ્લા બે દિવસથી મેઘરજ ના રેલ્લાવાડા માં સતત બે દિવસથી ખાતર માટે ધરમધક્કા ખાવા પડે છે. એક તરફ ખાતર પોટાશનો ભાવ વધારો બીજી તરફ ખાતરની અછતને પગલે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
રેલ્લાવાડા સેવા મંડળી ખાતે વહેલી સવારથી ખેડૂતો જીવના જોખમે ખાતર લેવા નાના બાળકો સહિત મહિલાઓ સાથે લાઇન લગાવતા હોય છે જેથી કોરોના ગાઇડલાઇનનો પણ ભંગ થતો હોય છે.

ખેડૂતોને 10 થેલી ખાતરની જરૂરિયાત સામે ફક્ત 1 થેલી ખાતર મળી રહ્યું છે, વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડુતો રેલ્લાવાડા સેવા મંડળી ખાતે ઉમટી પડતા હોય છે. ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર ન મળતાં ખેડુતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જોકે આ અંગે સહકારી મંડળીના અધિકારીઓ કોઇ જ જવાબ આપી રહ્યા નથી.

Your email address will not be published.