સાણંદ પ્લાન્ટને ફોર્ડ મોટર્સનું બાય બાય ટાટા

| Updated: October 10, 2021 2:15 pm

દેશમાં કાર માર્કેટમાં નોંધપાત્ર રીતે પગ જમાવવાના 25 વર્ષના પ્રયત્નો નિરર્થક રહ્યા બાદ, ફોર્ડ મોટર્સે ગયા મહિને ભારતમાંની પોતાની તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓમાંથી હાથ બહાર ખેંચી લેવાનું નક્કી કર્યું છે.

ભારતમાં આવનાર પ્રથમ વિદેશી કાર ઉત્પાદકોમાંની એક, ફોર્ડ મોટર કંપની સ્થાનિક સ્તરે 5 મોડલ, ઇકોસ્પોર્ટ, ફિગો, ફ્રી સ્ટાઇલ, એન્ડેવર અને એસ્પાયરનું ઉત્પાદન કરતી હતી, તેમ છતાં તે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં માત્ર 1.7 ટકા બજારહિસ્સો મેળવી શકી હતી.

ફોર્ડ, સાણંદ પ્લાન્ટમાં ફિગો, એસ્પાયર અને ફ્રી સ્ટાઇલ મોડલનું ઉત્પાદનકરતી હતી જેનો મારુતિ સ્વિફ્ટ અને ડિઝાયરના વર્ચસ્વ સામે પડકાર અસમાન રહ્યો.. નિષ્ણાતો માને છે કે ફોર્ડ માટે માર્કેટ લીડર મારુતિની હાજરી ઓછી હોય એવા સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહ્યું હોત. હવે અત્યારે એવું લાગે છે કે મારુતિ સામે સીધી ટક્કર એક ભૂલ હતી..

ફોર્ડે સાણંદ અને ચેન્નઈ ખાતેના પ્લાન્ટમાં 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. એવું મનાય છે કે ચેન્નાઈ પ્લાન્ટને ટાટા મોટર્સ દ્વારા લઇ લેવામાં આવશે. જો એમ થાય તો, તે હજારો કામદારો અને આનુષંગિક વ્યવસાયો માટે સારા સમાચાર હશે.

ફોર્ડ ભારતમાં ઉત્પાદન બંધ કરનારી 5 મી ઓટો કંપની છે. અન્ય કંપનીઓ મેન ટ્રક્સ, ફિયાટ, જનરલ મોટર્સ, હાર્લી ડેવિડસન અને યુએમ મોટરસાયકલો હતી.

Your email address will not be published. Required fields are marked *