અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલના પતિનું આજે દુ:ખદ અવસાન થયું હતું. તેઓની અંતિમયાત્રા તેઓના નિવાસસ્થા પાલડી ગામ ખાતેથી એલિસબ્રિજ સ્મશાનગૃહ વી.એસ. હોસ્પિટલ જશે.જ્યાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
શહેરના પૂર્વ મેયર બિજલબેન પટેલના પતિ રૂપેશભાઈ પટેલને બ્રેન હેમરેજ અને હાર્ટએટેકના કારણે તેઓને સાંજે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયા તેઓનું અવસાન થયું હતું. તેઓના અવસાનને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
શહેર પ્રમુખ અમિત શાહ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત, ભાજપના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.