મણિલાલ વાઘેલા (Manilal Vaghela) બીજેપી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં રવિવારે ભાજપમાં જોડાયા હતા. તેઓ પાટીલના નેતૃત્વમાં ભાજપ દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં ભાગ લેતા ભાજપમાં જોડાયા હતા. આ સમારોહમાં ગુજરાત ભાજપના મહાસચિવ રજની પટેલ, બનાસકાંઠા જિલ્લાના પક્ષ પ્રભારી નંદાજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, ડીસા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વાઘેલા (Manilal Vaghela) 2012માં વડગામ વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમમેદવાર તરીકે ચૂંટાયા હતા.કોંગ્રેસે 2017માં આ બેઠક પરથી જીગ્નેશ મેવાણીને અપક્ષ ઉમેદવાર તરીકે સમર્થન આપવાનો નિર્ણય કર્યા હતો. જેથી તેમને 2017માં ટિકિટ આપવામાં આવી નહતી. આમ કોંગ્રેસ દ્વારા બાજુ પર રાખવામાં આવ્યા પછી તેમણે 2021 ના નવેમ્બરમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
વાઘેલા ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મેદાનમાં ઉતરશે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: PM મોદીના રેલી સ્થળથી 12 કિમી દૂર એક ખેતરમાં બ્લાસ્ટ, PM મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે