ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આખરે મોદી સાથે થઇ મુલાકાત: રાજકરણમાં અનેક તર્ક-વિતર્કો શરુ

| Updated: December 4, 2021 2:43 pm

ગુજરાતમાં રૂપાણીએ અચાનક રાજીનામુ ધર્યા બાદ સૂત્રોનાં જણાવ્યા મુજબ નારાજગી અને વિવાદોનાં અનેક સુર છેડાયા હતા. રૂપાણીએ મોદીનો સમય માગવામાં કશું જ બાકી રાખ્યું નહોતું. જોકે કોઈપણ કારણસર મોદી સમય આપતા ન હતા, ત્યારે આજે અચાનક 84 દિવસ પછી મોદી રૂપાણીને મળતા અનેક તર્ક-વિતર્કો શરુ થઇ ગયા છે.રૂપાણી રાજીનામુ આપ્યા બાદ પારિવારિક- સમાજિક જીવનમાં વ્યસ્ત બની ગયા છે. જોકે રૂપાણીને કઈ જવાબદારી અપાશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. અગાઉ રૂપાણી કહ્યું હતું મેં મારી જવાબદારીનું કંઇ પણ પૂછ્યું નથી અને પાર્ટીએ કંઇ કહ્યું નથી. જે સોંપશે તે સ્વીકારી લેશું. 

બીજી તરફ રૂપાણીનાં રાજીનામાં બાદ સૌરાષ્ટ્ર રાજકોટમાં આંતરિક જૂથવાદ સપાટી ઉપર આવી ગયો છે અને રાજકોટમાં રીતસર બે જૂથ પડી ગયા છે. તેમજ ભાજપનાં આંતરિક વિવાદો મીડિયામાં પણ ગાજી ચુક્યા છે. ત્યારે મોદી સાથેની રૂપાણીની આ મુલાકાત સુચક માનવામાં આવે છે.

જોકે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રૂપાણીને ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે કોઈ મોટી જવાબદારી સોંપે તેવું ચર્ચાઈ રહ્યું છે. રૂપાણી પ્રભારી બને કે પછી તેને અન્ય કોઈ જવાબદારી સોંપવામાં આવશે તેવો આંતરિક ગણગણાટ ફરી શરૂ થયો છે. 

સંગઠનમાં હાલ પણ રૂપાણીની મજબૂત પકડ છે એટલે તેઓ કોઈ રાજ્યનાં પ્રભારી બને તો નવાઈ નહીં. જોકે આ મામલે તેઓ પ્રધાનમંત્રી સાથેની પોતાની આ મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું જ જણાવી રહ્યા છે.

Your email address will not be published.