આંખની દ્રષ્ટિ ખોઈ દેનાર કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિની દીકરીની આંખો ભારતના આયુર્વેદે પાછી આપી: PM મોદી

| Updated: April 20, 2022 12:53 pm

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદ અને ભારતના 1000 વર્ષના ઇતિહાસની વાત સાથે વિશ્વ સ્તરે થયેલ અસરોની તેમના આજના ભાષણમાં ચર્ચા કરી હતી અને who ના ડિરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ નું તુલસીભાઈ નામથી ગુજરાતી નામકરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આયુર્વેદને આવનાર 25 વર્ષનો ભારતનો સુવર્ણકાળ જણાવ્યો હતો.

મેડિકલ ટુરિઝમ તરીકે જાણીતી ભારત વિષે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જો વિદેશી નાગરિક, ભારતમાં આવીને આયુષ ચીકીત્સાનો લાભ લેવા માંગે છે એની માટે ભારત આયુષ વિઝા કેટેગરી શરૂ કરવા જઈ રહ્યું છે, તેનાથી લોકોને આયુષ ચીકીત્સા માટે ભારત અવર જવર કરવા માટે સરળતા રહેશે.

મોદીએ જાણકરી આપી કે મારા મિત્ર કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ રાયલા હોડીંગોની પુત્રી વિષે વાત કર્યું કે એમની દીકરી રોજમેરીની આંખોની વાત કરી, તેની આંખો જતી રહી હતી. વિશ્વના દરેક દેશમાં ગયા હતા પણ આંખો પાછી ના આવી અને ભારતમાં આવીને આયુર્વેદના ઉપચારથી આંખો પાછી આવી હતી.

21 મી સદીનું ભારત વિશ્વને પોતાના અનુભવ અને જ્ઞાનથી જાણકરી આપીને આગળ વધવા માંગે છે, આપણી વિરાસત દુનિયા માટે છે, આપણે દુનિયાનું દર્દ ઓછું કરવા માટે સંકલ્પ લેનાર લોકો છે. 2014 ની સાલ પહેલા આયુષ સેક્ટર 3 બીલીયન ડોલર કરતા ઓછું હતું જે 18 બીલીયન ડોલરને પાર કરી ગયું છે,આયુર્વેદ ઓપન સોર્સ મોડેલ છે એટલે સફળ થયું છે, આ ભારતમાં 1000 વર્ષોથી ઓપન સોર્સ પદ્ધતિથી ચાલે છે અને નવા વિચારો સમય સાથે જોડાતા ગયા.

આ પણ વાંચો: PM ગુજરાતમાં: મોદી ગાંધીનગરમાં આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનાર 25 વર્ષ આયુષ ક્ષેત્રે સુવર્ણ કાળ રહેશે. મોદીએ ગાંધીજીને ટાંકીને કહ્યું કે મહાત્મા ગાંધી ટ્રેડિશનલ મેડિસિનના હિમાયતી રહ્યા હતા અને તેમની દાંડી કુટીરની મુલાકાત લેવા આયુષ સમિટમાં આવેલ મહેમાનોને આગ્રહ કર્યો હતો. મોદીએ કહ્યું who ના ડિરેક્ટર જનરલ મને કહેતા કે હું નાનો હતો ત્યારે મને ભારતીય શિક્ષકોએ ભણાવ્યો છે, અને હું ગુજરાતી બની ગયો છું મારું નામ ગુજરાતી રાખો એટલે આજે ગુજરાતની આ ભૂમિ પર તુલસીભાઈ તરીકે સંબોધન કર્યું હતું.


ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમ યોજાશે. આજના કાર્યક્રમમાં મોરેસિયસના પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, ગુજરાતના મંત્રી મંડળ સહિત દેશ વિદેશના આમંત્રિત લોકો હાજર રહ્યા હતા.

Your email address will not be published.