બ્રિટનમાં “સી ડ્રેગન”નું 18 કરોડ વર્ષ જુનું અને 10 મીટર લાંબુ સંપુર્ણ અશ્મિ મળ્યું!

| Updated: January 11, 2022 12:03 pm

બ્રિટનમાં સંશોધકોને નેચર રિસર્વમાં સૌથી મોટા ‘સમુદ્રી ડ્રેગન'(સી ડ્રેગન)નું અશ્મિ (ફોસિલ) મળી આવ્યું છે.ઇચથિયોસૌર નામનાં સમુદ્રી જીવનું અશ્મિ લગભગ 18 કરોડ વર્ષ જૂનું અને 10 મીટરથી વધુ લાંબું છે.

મહાકાય ડોલ્ફિન જેવું સરિસૃપનું કરોડો વર્ષ પહેલા દરિયામાં અસ્તિત્વ હતું. હવે, યુકેમાં લેસ્ટર નજીક રુટલેન્ડ વોટર નેચર રિઝર્વમાં 10 મીટર લંબાઈનું ઇચથિયોસૌરનું લગભગ સંપૂર્ણ અશ્મિભૂત હાડપિંજર મળી આવ્યું છે.આ અશ્મિ એ યુકેમાં શોધાયેલું સૌથી મોટું અને સૌથી સંપૂર્ણ ઇચથિઓસૌર હાડપિંજર છે.સંશોધકોને પહેલા તો લાગ્યું કે તેમને ડાયનાસેરનું અશ્મિ મળ્યું છે.

લિસેસ્ટરશાયર અને રુટલેન્ડ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના જૉ ડેવિસ કહે છે કે તેઓ આ વિસ્તારનાં લેન્ડસ્કેપિંગ પર કામ કરી રહ્યા હતા ત્યારે આ અશ્મિને આકસ્મિક રીતે શોધી કાઢ્યું હતું. તેમણે કહ્યું કે ઘણા લોકોએ આવું કંઈક શોધવામાં વર્ષો વિતાવ્યા છે પરંતુ હું નસીબદાર છું કે મને તે મળી ગયું.

તે યુકેમાં જોવા મળતી તેની પ્રથમ પ્રજાતિ, ટેમ્નોડોન્ટોસૌરસ ટ્રિગોનોડોન હોવાનું માનવામાં આવે છે. આવા અવશેષો સામાન્ય રીતે ઉત્તર અમેરિકા અને જર્મનીમાં જોવા મળે છે.

ઇચથિયોસૌર એક શિકારી પ્રાણી હતું. કરોડરજ્જુ ધરાવતી આ પ્રજાતિ એવા જૂથની હતી જેને  સૌથી મોટી આંખો છે, જેનો વ્યાસ લગભગ 20 સેન્ટિમીટર છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીના ડીન લોમેક્સ કહે છે, આ ખરેખર અભૂતપૂર્વ શોધ છે અને બ્રિટીશ પેલેઓન્ટોલોજીકલ ઇતિહાસમાં સૌથી મહાન શોધોમાંની એક છે. મેરી એનિંગે લગભગ 1811 માં ડોર્સેટમાં લાઇમ રેજીસમાં પ્રથમ ઇચથિઓસોર અશ્મિ શોધી કાઢ્યું હતું. 

Your email address will not be published.