ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યોની ગેરકાયદેસર ઇમિગ્રેશન દરમિયાન મૌત

| Updated: May 10, 2022 9:49 am

ગાંધીનગરના કલોલ જિલ્લાથી થોડા કિલોમીટર દૂર આવેલુ ડીંગુચા (Dingucha) ગામના એક પરિવારના ચાર સભ્યો ગેરકાયદેસર રીતે કેનેડાની સરહદથી યુ.એસ.માં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે તેમની મૌત થઈ હતી.

રાજ્યમાં ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકેટની તપાસ કરતી રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી મળેલી તાજેતરની માહિતી અનુસાર, ડીંગુચાની ઘટના બાદ મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાંથી લગભગ 4,900 લોકોએ ગેરકાયદેસર રીતે અમેરિકાની મુસાફરી શરૂ કરી છે. તેઓ ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવા માટે જીવલેણ પધ્ધતિનો ઉપયોગ કરે છે. 

જે વરિષ્ઠ પોલીસ અધિકારી માનવ દાણચોરીના કેસોની તપાસ કરી રહ્યા છે તેઓને શંકા છે કે જે એજન્ટો પહેલાના કેસોમાં ફસાયેલા છે તેઓ નવીન કેસોમાં પણ સંડોવાયેલા હોય શકે છે. 

ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારી મુજબ, “રાજ્યમાંથી મુખ્ય માનવ દાણચોરોમાંનો એક ભરત ઉર્ફે બોબી પટેલ છે. તે બ્રુગેશ પટેલ, રાજેશ પટેલ અને યોગેશ સથવારા કલોલ અથવા મહેસાણાના છે. તેઓ લગભગ એક દાયકાથી મેક્સિકો અને તુર્કી મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં લોકોને મોકલી રહ્યાં છે, તેઓ જગદીશ પટેલ, તેની પત્ની અને બાળકોને ડીંગુચાથી કેનેડા મોકલવામાં સામેલ હતા, જ્યાં તેઓ અંધકારમય હિમવર્ષા દરમિયાન તેમના સપનાની ભૂમિમાં જવાનો પ્રયાસ કરતી વખતે યુએસ સરહદથી થોડાક મીટર દૂર મૃત્યુ પામ્યા હતા. ”

ગુજરાત પોલીસે ભરત પટેલના સાથી પંજાબના જલંધરમાંથી ગુરમૃતપાલ ઉર્ફે પાબ્લો સિંઘને ટ્રેક કર્યો હતો. તેમને માહિતી મળી હતી કે, ગુજરાતના હજી ત્રણ જિલ્લામાંથી 4,869 લોકોને ગેરકાયદેસર રીતે યુએસ મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસનો સંવેદનશીલ નિર્ણય: ગરમીથી રાહત માટે 123 સિગ્નલ બપોરના સમયે બંધ રખાશે

ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે સિંહ અને ભરત પટેલ “છેલ્લા કેટલાક વર્ષોથી માનવ દાણચોરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે”.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને એવી પણ શંકા છે કે ભરત પટેલે તાજેતરમાં ઉત્તર ગુજરાતમાંથી છ લોકોને યુએસ મોકલ્યા હતા. જોકે, કેનેડા-યુએસ બોર્ડર પર સેન્ટ રેજીસ નદીને પાર કરતી વખતે તેમની બોટ પલટી ગઈ હતી. ગેરકાયદેસર વસાહતીઓને યુએસ બોર્ડર અને કસ્ટમ પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા સદનસીબે બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ હવે યુએસમાં કાનૂની કેસનો સામનો કરશે.

Your email address will not be published.