અડાલજ પાસે નર્મદા કેનાલમાં ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા, એકનું મોત

| Updated: January 7, 2022 8:19 pm

ગાંધીનગરના અડાલજ પાસે નર્મદા કેનાલમાં નિરમા યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓ ફોટોગ્રાફી કરતા સમયે એક પછી એક પડ્યા હતા. જેમાં એક યુવતી તેમજ બે યુવાનોને રાહદારીઓએ દોરડા – દુપટ્ટાનો રસ્સો બનાવીને બહાર કાઢી લીધા હતા. જ્યારે એક યુવાનનું ડુબી જવાથી મોત થયું છે.

વિગતો એવી છે કે ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી નર્મદા કેનાલ પાસે ગત સાંજના સુમાર નિરમા યૂનિવર્સિટીનાં એમબીએના ચાર વિદ્યાર્થીઓ ફોટોગ્રાફી કરવા ગયા હતા. તે સમયે વરસાદ પણ પડી રહ્યો હોવાથી એક વિદ્યાર્થીનો પગ લપસી ગયો હતો. અને તે કેનાલમાં પડી ગયો હતો, દરમ્યાનમાં એક પછી એક ચારેય વિદ્યાર્થી કેનાલમાં પડયા હતા.

વિદ્યાર્થીઓની બુમા-બુમ સાંભળી ત્યાંથી પસાર થતાં વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને દોરડુ,દુપટ્ટાની મદદથી ત્રણ વિદ્યાર્થીઓને બહાર કાઢયા હતા, જોકે એક વિદ્યાર્થીનો કોઇ પતો લાગ્યો ન હતો. આ અંગેની જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. દરમ્યાનમાં આજ રોજ સવારના સુમારે ફાયરની ટીમે ડુબી ગયેલા યુવાનનો મૃતદેહ શોધી કાઢયો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવાન મયંકરાજસિંગ કરણસીંગ રાઠોડ ઉજ્જૈન,મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.

Your email address will not be published.