ક્રાઇમ બ્રાંચના નાક નીચે સ્ટેટ મોનિટરીંગ સેલેની રેડ, જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ચાર પકડાયા

| Updated: June 14, 2022 7:39 pm

શહેરમાં દારુ જુગારના અડ્ડા ધમધમે છે તેનો પુરોવા એસએમસીની રેડમાં મળ્યો હોવાનું નકારી શકાય તેમ નથી. ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાંચના નાક નીચેથી એસએમસીએ રેડ કરી જુગાર રમાડી રહેલા ચાર આરોપીઓને પકડી પાડી 52 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લીસ્ટેડ મુખ્ય આરોપી સહિત બે આરીપીઓ વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો.

અમદાવાદ શહેરના જમાલપુર નવગજાપીરના ટેકરા ખાતે લાંબા સમયથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાઇ રહ્યો હતો. વારંવાર સ્થાનિક પોલીસ અને એજન્સીઓને જાણ કરવા છતાં પણ ક્રાઇમ બ્રાંચ નજીક ચાલતા જાહેરમાં ચાલતા જુગાર પર કોઇ જ કાર્યવાહી થતી ન હતી. આખરે ક્રાઇમ બ્રાંચની ઓફિસ એટલે કે તેના નાક નીચે એસએમસીએ રેડ કરી જુગાર બંધીની પોલ રીતસર ખોલી નાખી હતી.

એસએમસીએ નવગજપીરનો ટેકરા પર લાંબા સમયથી જાહેરમાં ચાલતા વરલી મટકાના જુગારના અડ્ડા પર રેડ કરી હતી. જેમાં એસએમસીએ ક્યુમુદ્દીન ગુલામરસુલ અબદલ, નાસીરખાન અમીરખાન પઠાણ, મોહંમદ ઇમરાન મુક્તીયાર અહેમદ શેખ અને ફઝલ અબ્દુલ હુસેન મન્ડોસરવાળાને જુગાર રમાડતા રંગે હાથે પકડી પાડ્યા હતા. તેમના પેસાથી ચિઠ્ઠીઓ, રોકડ, મોબાઇલ, વાહન મળી કુલ 52 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે લીસ્ટેડ ગુનેગાર મુનાવર ઉર્ફે મુનીયો મુસ્તાક અબદલ અને તેના સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીઓ લાંબા સમયથી વરલી મટકાનો જુગાર મોટા પાયે રમાડતા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ક્રાઇમ બ્રાંચ નજીક જ વરલી મટકાનું જાહેરમાં મોટું સ્ટેન્ડ ચાલે અને તેના પર કોઇ રેડ ન કરે તે ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના અનેક વિસ્તારમાં દારુ-જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે પરંતુ તેમના પર કાર્યવાહી ન થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

Your email address will not be published.