કેરાલાના વેપારીએ લાખોના દાગીના ખરીદી 22 લાખની ઠગાઇ આચરી

| Updated: May 22, 2022 7:58 pm

કેરાલાના વેપારીએ નવરંગપુરા સીજી રોડ પર વેપાર કરતા સોના ચાંદીના વેપારી પાસે લાખોના દાગીના ખરીદ્યા હતા. વિશ્વાસ રાખી અમદાવાદના વેપારીએ તેને દાગીના આપ્યા હતા. દરમિયાનમાં અડધા પૈસા આપ્યા અને બાકીના 22 લાખ રકમ કેરાલાના સોનાના વેપારી રફીમુસલ્લઇ એલામ્પરાએ આપી ન હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

શહેરના પાલડી વિસ્તારમાં આવેલી આયોજનનગર સોસાયટીમાં આર્યન શાહ પરિવાર સાથે રહે છે અને નવરંગપુરા સીજી રોડ ખાતે આવેલા અસલ જવેલરી નામથી સોના ચાંદીના દાગીના વેચવાનો વેપાર કરે છે. દુકાનના એજન્ટ પપ્પુભાઇ ઉર્ફે નારાયણલાલ સુથાર કામે કરે અને પોતાનું કમીશન લઇ જતા હોય છે. દરમિયાનમાં રફીભાઇ એલામ્પરા સાથે પપ્પુ સુથાર દ્વારા કેરાલા કન્નુર જિલ્લામાં ટર્મીનલ બિલ્ડીંગ થાવકરા બસ સ્ટેન્ડ પાસે કેન્નોર જવેલર્સ નામે દુકાન ધરાવતા વેપારી સાથે મુલાકાત થઇ હતી.

દરમિયાનમાં તેમણે દુકાનમાંથી 363.560 ગ્રામ વજનના બાવીસ કેરેટ સોનાના દાગીના 14.45 લાખના દાગીના 2019માં મોકલી આપ્યા હતા. બાદમાં બીજા 27.66 લાખના દાગીના પણ મોકલી આપ્યા હતા. અત્યાર સુધીમાં તેમણે 20 લાખ મોકલી આપ્યા હતા. હજુ તેમની પાસે 22.11 લાખ લેવાના બાકી હતા. બાદમાં એક ચેક આપ્યો હતો તે પણ પરત ગયો હતો. વારંવાર પૈસાની માંગણી કરવા છતાં વાયદા કરી પૈસા આપતા ન હતા. આ અંગે વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે આધારે પોલીસે બે મહિના પછી ફરિયાદ લીધી હતી.

Your email address will not be published.