સુરતમાં 20 કરોડથી વધુનું ઉઠામણું કરનાર આરોપીઓની ધરપકડ

| Updated: May 21, 2022 3:15 pm

સુરતના વરાછા ગ્લોબલ ટેકસટાઇલ માર્કેટમાં પેઢી બંધ કરી રૂપિયા 21.48 કરોડનુ ઉઠમણું કરનાર 2 આરોપીઓને ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દલાલ તેમજ મુખ્ય આરોપીને પકડી તેમની પાસે 4 કરોડ 50 લાખનો કાપડનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.

વર્ષ 2022 ના સમયગાળા દરમ્યાન એ.ડી.એસ કલ્ચરના પ્રોપરાયટર તથા વહીવટ કરતા દીક્ષીતભાઇ બાબુભાઇ મિયાણી તથા અનશભાઇ ઇકબાલભાઇ મોતીયાણી, અજીમ રફીક ઉર્ફે અલ્લારખા પેનવાલાએ તેમના મળતીયા દલાલો જીતેન્દ્ર દામજીભાઇ માંગુકીયા તથા મહાવીર પ્રસાદ ટાપરીયા સાથે મળી ઉઠમનાનું કાવતરૂ રચ્યું હતું. આ આરોપીઓએ ફરીયાદી તથા ગ્રે કાપડનો ધંધો કરનાર વીવર્સો પાસેથી કૂલ રૂપિયા 17 કરોડ 53 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી કર્યો હતો.

માર્કેટ ભાવ પ્રમાણે ઉધારમાં કાપડનો માલ ખરીદ કરી અલગ-અલગ વેપારીઓને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે રોકડેથી વેચાણ કરતા હતા. જેમાં સહ આરોપી રવિ જેઠુભા ગોહીલ ઓમ ફેબ્રીક્સના માલીકના નામના બીલો તથા ફ્યુચર ક્રીએશન અને ભગવતી ટેક્ષટાઈલ્સના બીલો બનાવતો હતો. ફરીયાદી તથા વીવર્સોને પેમેન્ટ નહીં કરી પોતાની ગ્લેાબલ માર્કેટની દુકાન બંધ કરી ઉઠમણું કરી ભાગી ગયા હતા. જે બાબતે ફરીયાદી મનોજભાઇ નાગજીભાઇ માવાણીએ વરાછા પો.સ્ટે માં ફરીયાદ આપી હતી.

ગ્રે કાપડનો માલ માર્કેટ ભાવ પ્રમાણે ઉધારમાં ખરીદ કરી અલગ-અલગ વેપારીઓને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે વેચાણ કરી સહ આરોપી રવિ જેઠુભા ગોહીલ તથા અશ્વીન જેઠુભા ગાહીલ થકી ઓમ ફેબ્રીક્સ અને આયશા ટેક્ષટાઇલ્સના નામે બીલો બનાવી રોકડમાં નાણા મેળવી ઉઠમણું કર્યું હતું.

ફરીયાદી તથા વીવર્સોને પેમેન્ટ નહીં કરી પોતાની ગ્લેાબલ માર્કેટની દુકાન બંધ કરી નાશી ગયેલ હોય જે બાબતે ફરીયાદી ધર્મેશકુમાર બાબુભાઈ પટેલએ ફરિયાદ આપતા વરાછા પોલીસે કાર્યવાહી આરંભી છે. પોલીસ ચોપડે નોંધાયેલા ફરિયાદમાં તપાસ દરમિયાન આરોપી જીતેન્દ્ર દામજીભાઈ માંગુકીયા અને એ.ડી.એસ. કલ્ચર ફર્મના વહીવટ કર્તા મુખ્ય આરોપી દીક્ષીત બાબુભાઇ મીયાણીની ધરપકડ કરાઈ છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.