કાલુપુરમાં ચાલુ રિક્ષામાં ફ્રુટના વેપારી લૂંટાયો

| Updated: April 26, 2022 8:48 pm

અમદાવાદના કાલુપુરમાં વેપારી ફ્રુટનો સામાન લેવા માટે રીક્ષામાં બેસી કાલુપુર જઈ રહ્યો હતો. આ સમયે રીક્ષા ચાલક અને રીક્ષામાં સવાર બે શખ્શોએ ભેગા મળી વેપારી પાસેથી 58 હજારની લૂંટ કરી હતી. આ અંગે કાલુપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મુળ ઉત્તરપ્રદેશ અને હાલ દરીયાપુરમાં રહેતા સચિન નિશાદ કાલુપુર ફ્રુટ માર્કેટ પાન માર્કેટની બાજુમાં ફ્રુટની દુકાન ધરાવી વેપાર કરે છે. ગઇ કાલે સવારે ફ્રુટ ખરીદવા માટે તે 58 હજાર રુપિયા લઇને નિકળ્યો હતો. આ દરમિયાન કાલુપુર બ્રીજ પાસે ઉભી રહેલી એક રિક્ષામાં બેઠો હતો. સચિન પાસે પૈસા હોવાની જાણ થતાં રિક્ષામાં બેઠેલા બે શખ્સો અને ચાલકે મળી તેની પાસેથી રોકડ રુપિયા પડાવી લીધા હતા.

લૂંટ થતાં સચીન બુમ બરાડા કરે તે ડરે અને આરોપીઓ પકડાઇ જવાના ભયે આરોપીઓએ ભેગા મળી તેને ચાલુ રિક્ષામાં નીચે ફેંકી દીધો હતો. આ અંગે કાલુપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.