લઠ્ઠાકાંડમાં જે લોકોના મોત થયા છે તેઓના બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી અમિત ચાવડાએ લીધી

| Updated: August 1, 2022 5:17 pm

અમિત ચાવડાએ કેમિકલ કાંડમાં જે લોકોના મોત થયા છે તેઓના બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી નિભાવવા માટેની જાહેરાત કરી છે. કેમિકલ કાંડમાં જે લોકોના મોત થયા છે તેઓને રાજિદ ગ્રામ પંચાયતમાં શ્રંદ્ધાજંલિ આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

રોજિદ ગ્રામ પંચાયતમાં આજે કેમિકલ કાંડમાં જે લોકોના મોત થયા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા. ગામના લોકોએ આ સાથે હવેથી ગામમાં દારુ નહી પીવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ વેળા અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને લોકોને દારુના દુષણથી દુર રહેવા માટે કહ્યું હતું.

આ કાર્યક્રમ વેળા અમિત ચાવડાએ એક મોટી જાહેરાત પણ કરી હતી. જેમાં તેઓએ કાંડમાં જે લોકોના મોત થયા છે તેઓના બાળકોને ભણવા માટેની સંપૂર્ણ જવાબદારી લેવા માટે કહ્યું હતું.

આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયતના નેતાઓ અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. જયારે આ સભામાં કેમિકલ કાંડમાં જે લોકોના મોત થયા છે તેઓના પરિવારજનો પણ હાજર રહ્યા હતા.

Your email address will not be published.