ગુજરાતમાં વારંવાર પકડાતા ડ્રગ્સને લઈ ગાંધી પરિવારે સાધ્યું નિશાન

| Updated: August 1, 2022 6:10 pm

ગુજરાતમાં દારુ,ચરસ,ગાંજો અને હાઈ પ્રોફાઈલ ડ્રગ્સના રવાડે યુવાધન ચઢી ગયેલ છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કે, ગુજરાતના મુન્દ્ર પોર્ટ પર ગત વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ 21 હજાર કરોડ રૂપિયાનું 3000 કિલોનું ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. ગત 22 મેના રોજ 500 કરોડ રૂપિયાનું 56 કિલો અને 22 જુલાઈના રોજ 375 કરોડ રૂપિયાનું 75 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. રાહુલ ગાંધીએ સવાલ કર્યા છે કે, ડબલ એન્જિન સરકારમાં કોણ છે જે ડ્રગ્સ અને દારૂના માફિયાને સંરક્ષણ આપી રહ્યું છે. ગુજરાતના યુવાઓને કેમ નશામાં ધકેલવામાં આવી રહ્યાં છે. એક પોર્ટ પર ત્રણ-ત્રણ વાર માદક પદાર્થ પ્રાપ્ત થવા છતાં સતત એ જ પોર્ટ પર કેવી રીતે ડ્રગ્સ ઉતરી રહ્યુ છે. શું ગુજરાતમાં કાયદા વ્યવસ્થા મરી પરવારી છે? માફિયાને કાયદાનો કોઈ ડર નથી, શું આ માફિયાની સરકાર છે?

દારૂ અને ડ્રગ્સની બદીએ ગુજરાતને બદનામ કરી દીધું છે. ગુજરાતમાં હવે દારૂ-ડ્રગ્સનુ હબ બની ગયું છે. જેને કારણે હવે ગુજરાત વિરોધ પક્ષના નિશાના પર આવી ગયું છે. વિપક્ષોના નિશાન પર ગુજરાત આવ્યુ છે. કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતમાં છેલ્લા મહિનાથી પકડાઈ રહેલા ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે કેમિકલ કાંડ બાદ ફરીથી આ વિવાદ ઉઠ્યો છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે, ડબલ એન્જિન સરકારમાં કોણ લોકો છે, જે રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને દારૂ માફિયાને પનાહ આપી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યુ કે, ગુજરાતમાં કાયદા વ્યવસ્થા છે કે પછી માફિયા સરકાર છે. આ મુદ્દે હવે પ્રિયંકા ગાંધીએ પણ સવાલો કર્યાં છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરી કે, ગુજરાતમાં એક જ બંદર પર ત્રણવાર લગભગ 22000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું છે. મીડિયામાં ચુપ્પી, સરકારમાં સુસ્તી, સરકારની તમામ એજન્સીઓ સન્નાટામાં છે. ભાજપ સરકારના નાક નીચેથી માફિયા સમગ્ર દેશમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. કાયદા વ્યવસ્થા અસહાય છે અને માફિયા સાથે મિલીભગત છે.

ઉલ્લેખનીય છે કે, એટીએસની ટીમે ગુજરાતમાં ગત મહિને કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટની પાસે એક કન્ટેનરમાંથી લગભગ 75.3 કિલો હેરોઈન જપ્ત કરાયુ હતું, જેની કિંમત 376.5 કરોડ રૂપિયા હોવાનુ અનુમાન છે. ડીઆરઆઈએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી લગભગ 3000 કિલો હેરોઈન જપ્ત કર્યુ હતુ. જે અફધાનિસ્તાનથી આવ્યુ હતું અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત લગભગ 21 હજાર કરોડ હોવાનું કહેવાય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે, ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ સુધી જ સિમીત હોય તેવું આંકડાઓ પરથી સાફ દેખાઈ રહ્યું છે. બે વર્ષમાં 200 કરોડ રુપિયાથી વધુનો દારુ ઝડપાયો છે એ પ્રમાણે દરરોજ સરેરાશ 29 કરોડ લાખનો દારુ ઝડપાય છે. રાજયમાં દરરોજનો ડ્રગ્સનો 8 કરોડનો કારોબાર છે તે જેમાં ચરસ અનં ગાંજો 3થી 5 કરોડના પ્રતિંબધિત ડ્રગ્સ સામેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોડીનેટર હેમાંગ રાવલે જણાવ્યું કે, યુવા પેઢીને નશાખોરીથી રોકવામાં આવે તેના માટે નશાખોરી માટે વપરાતા સાધનો જે ખુલ્લેઆમ GST બિલ સાથે મળી રહ્યા છે અને તેના પુરાવા રુપે આવા જ સાધનને આજે મુખ્યમંત્રીને ઓનલાઈન સેલિંગ એપ દ્વારા પ્રિપેઈડ ઓર્ડર કરવામાં આવેલ છે માટે સરકારને અપીલ છે કે આવા સાધનોને સમગ્ર ગુજરાત અને દેશમાં વાપરવા અને વેચવા માટે પ્રતિબંધ મુકવામાં આવે અને યુવા પેઢીને નશાખોરીના આ દુષણમાંથી બહાર કાઢવામાં આવે.

Your email address will not be published.