ગાંધીઆશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટઃ રહેવાસીઓની વળતરમાં ભેદભાવની ફરિયાદ

| Updated: August 6, 2022 1:02 pm

ગુજરાત સરકારે લગભગ 1,200 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીઆશ્રમ મેમોરિયલ (#Gandhi Ashram Memorial) એન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે ત્યારે લગભગ 22 આશ્રમવાસીઓએ ($Residents) અમદાવાદ કલેક્ટરને પત્ર લખીને તેમના પુનર્વસનના (#Rehabilitation) ભાગરૂપે વિતરીત કરવામાં આવેલા નાણાકીય વળતરમાં (#Compensation) ભેદભાવપૂર્વકનો વ્યવહાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી છે.

રહેવાસીઓએ ચાર ઓગસ્ટે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે તેમને મિલકત ખાલી કરવા બદલવળતર તરીકે ફક્ત 60 લાખ રૂપિયા મળ્યા છે. બીજી તરફ જે રહીશો શરૂઆતમાં ખાલી કરતા ન હતા તેમને 90 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

આ રજૂઆતમાં આશ્રમવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે આ રીતે તો તેમને પણ 90 લાખ મળવા જોઈએ, પણ તેમને 60 લાખ રૂપિયા જ આપવામાં આવ્યા હતા. તેનું કારણ એ છે કે તેમની પાસે બેથી ત્રણ બાળકો અને મોટો કુટુંબકબીલો છે તે સાબિત કરવા માટેના પુરાવાઓનો અભાવ છે.

આ પણ વાંચોઃ મોરબીની શાળાની ઘટનાની કાયદેસર તપાસ કરવા આરએસએસની માંગ

ફરિયાદ કરનારા આવા જ એક આશ્રમવાસી 43 વર્ષીય ગૌતમ બધિયાએ જણાવ્યું હતું કે આ વડાપ્રધાન મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને અમે તેની પ્રશંસા કરીએ છીએ. મેં મારી માતાને નાણાકીય વળતર લેવા અને જગ્યા ખાલી કરવાની સલાહ આપી. અમને ખાતરી આપવામાં આવી હતી કે જો વળતરની રકમમાં વધારો થશે તો અમને વધારાનો ચેક આપવામાં આવશે.

તેમણે ઉમેર્યુ હતું કે જેઓ મકાનો ખાલી કરવા તૈયાર ન હતા, તેઓને વિવિધ ઓફરો આપવામાં આવી હતી. તેઓએ વધુ વળતરની માંગ કરી હતી અને તેમને તે જ ચૂકવવામાં આવી હતી. ગૌતમ દાવો કરે છે કે તેઓ એવા ઘણા લોકોને ઓળખે છે જેમને 90 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

જો કે અધિકારીઓએ કહ્યું છે કે એવા કિસ્સાઓ છે કે જ્યાં 90 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોય. પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે શક્ય છે કે કેટલાક કિસ્સાઓમાં જ્યાં એક કુટુંબ પિતા,માતા અને પરીણિત પુત્રો જુદા-જુદા રહેતા હોય તેમને યોગ્ય તપાસ બાદ 90 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હોય.

ગુજરાત સરકારે આ માટે ઓફર કરેલા વળતરમાં આશ્રમવાસીઓને ત્રણ વિકલ્પ આપ્યા હતા. પહેલા વિકલ્પમાં નારણપુરા જેવા સારા વિસ્તારમાં 4 બીએચકેનો ફ્લેટ લઈ લે. બીજા વિકલ્પમાં ગાંધીઆશ્રમ મેમોરિયલની જોડેના આશ્રમ હાઉસિંગ કેમ્પસમાં 3 બીએચકેનું ટેનામેન્ટ લઈ લે. ત્રીજામાં 60 લાખ રૂપિયાનું એક વખતનું વળતર લઈ લે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આશ્રમવાસીઓના પુર્નવસન અંગે કરેલા સોગંદનામામાં આ વાત જણાવી હતી.

Your email address will not be published.