ગુજરાતમાં દારૂબંધી જાણે નામની જ હોય તેમ અહી બેફામ દારુ (Liquor) વેચાઈ રહી છે. જો કે બોટાદ લઠ્ઠાકંદની ઘટના બાદ રાજ્યની પોલીસ સક્રિય થઈ ગઈ છે. અને ઠેર ઠેર થતી દારૂની હેરફેર અને વેચાણ પ્રવૃત્તિ પર પોલીસ દરોડા પાડી રહી છે. ત્યાંજ કચ્છની સ્થાનિક પોલીસ પણ આકરી કાર્યવાહી કરી રહી છે. જેના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગાંધીધામમાં એક ચાની દુકાનમાંથી ભારતીય બનાવટના 15 હજારના અંગ્રેજી દારૂના માલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પૂર્વ કચ્છ LCB દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ રાણા અને તેમના સબ ઇન્સ્પેકટર ડી.આર.ગઢવી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની બાજુમાં આવેલા કેસર આર્કેડમાં ઈંગ્લીશ દારૂ વેચાય છે. ત્યારબાદ તપાસ કરતાં ખબર પડી કે, શોપ નંબર 6માં આવેલા ‘નમો ટી પોઈન્ટ’માં દારૂ વેચાય છે. એટલે તરત જ દુકાનમાં રહેલા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નારાયણદાસ કોડવાનીને પકડી પૂછપરછ કરતા જીતુએ દુકાનમાં ભારતીય બનાવટની અંગ્રજી શરાબની 35 બોટલ હોવાનું કબલ્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચે માલ અને માણસને પકડી ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી દીધો હતો.
જૂન મહિનામાં પણ પેટ્રોલિંગ દરમિયાન પલાસવા ગામના દસાણીવાસમાંથી સ્કોર્પિયો ગાડી નંબર GJ24 K3012 વાળી માંથી ભારતીય બનાવટના કુલ 5 લાખનો વિદેશી દારૂ પકડી પાડી તેના ચાલક વિરૂદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: CID ક્રાઇમના ઇન્ચાર્જની ગાડીમાંથી ઝડપાયો દારૂ