ગાંધીધામ SPની બે દિવસની અંદર બદલી કરવામાં આવી, જાણો શું છે કારણ

| Updated: July 21, 2021 4:31 pm

કચ્છ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે જેથી પોલીસ દ્વારા પૂર્વ અને પશ્ચિમ એવા બે વિભાગો પાડવામાં આવ્યા છે. કચ્છ પશ્ચિમની અંદર કડકાઈ પૂર્વક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે જયારે પૂર્વમાં નિયમ પાલનની અવગણના કરવામાં આવે છે અને બે નંબરના દરેક ધંધા ત્યાંથી જ ચાલતાં જોવા માટે મળે છે. જાણકારી મુજબ, ગાંધીનગરથી લઈને કચ્છ સુધી નોકરી કરતાં સરકારી બાબુઓની પોલ ખુલી જાય અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે ડરના ભયના લીધે ગાંધીધામ SP સૌરભસિંઘની બદલી કરી દેવામાં આવી છે.

SP સૌરભસિંઘ દ્વારા તાજેતરમાં જ ગેરકાયદેસર રીતે ઓઈલની હેરાફેરી કરી રહેલા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેથી કચ્છથી લઈને ગાંધીનગર સુધી ફફડાટ પામી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ IPS સૌરભસિંઘ એક અઠવાડિયા માટે પૂર્વ કચ્છનો ચાર્જ આપવામાં આવ્યો હતો. જે દરમિયાન સૌરભસિંઘ દ્વારા ઓઈલ માફિયા અલ્પેશ ચંદ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને લોકોમાં ફફડાટ જોવા માટે મળ્યો હતો. આ કૌભાંડમાં કચ્છ પોલીસ પૂર્વના ઘણા અધિકારીઓ હોવાથી તેમની પોલ ખુલી જાય તેમ હતું. ઓઈલના ગેરકાયદેસર ધંધામાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓના ભાઈ અને દીકરાઓ પણ સામેલ છે તેથી તેમને તકલીફ પડતી હોવાના પગલે કોઈ વિવાદ વગર IPS સૌરભસિંઘ પાસેથી કચ્છ પૂર્વનો ચાર્જ પરત લેવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

એક મહિના પહેલા જયારે આ બેઝ ઓઈલ પકડાયું હોવા છતાં કોઈ ડર વિના રોકટોક વગર ચાલતું હતું. અલ્પેશને સાચવવા પાછળ એક ડેપ્યુટી એસપીની સંડોવણી હોવાનું પણ સુત્રો કહી રહ્યા છે. અલ્પેશ અને ડીવાયએસપી હોટેલમાં રહી ગેરકાયદેસર રીતે ઓઈલ નેટવર્ક ચલાવી રહ્યા હતા. હવે આ સમગ્ર મામલે ગુજરાતની પારદર્શક સરકાર નેટવર્ક તોડીને આરોપીઓનેને પકડવામાં સફળ નીવડે છે કે આઈપીએસ ઓફિસરના મનોબળને તોડવામાં સક્ષમ રહે છે.

Your email address will not be published.