નરોડામાં ટી-શર્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા ફેશન ડિઝાઈનર ચાર્લ્સ ક્રિશ્ચિયન મંગળવારે ગાંધીનગરના (Gandhinagar) સેક્ટર-12 બીમાં તેમના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે . સેક્ટર-7 પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા, ચાર્લ્સ ક્રિશ્ચિયન બે વર્ષથી ગાંધીનગરમાં (Gandhinagar) રહેતો હતો અને તેના માતા-પિતા ન્યુઝીલેન્ડમાં હતા.પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે કેટલાક બોલિવૂડ સ્ટાર્સ માટે ટી-શર્ટ બનાવ્યા હતા જેમની સાથે તેણે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર ફોટો શેર કર્યા હતા.
આ પણ વાંચો: કેજરીવાલ બન્યા ગુજરાતમય: આદિવાસીઓ બાદ હવે પાટીદારો પર “આપ”ની નજર
મંગળવારે ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશી ગાંડા પ્રજાપતિને કંઈક ખોટું થયું હોવાની શંકા ગઈ હતી. અને તેણે તરતજ પોલીસને બોલાવી હતી.પોલીસની એક ટીમે ક્રિશ્ચિયનના ઘરનો દરવાજો તોડ્યો અને અંદર ગયા, ત્યારે તે ડ્રોઇંગ રૂમમાં સોફા પર મૃત હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.
સેક્ટર-7 પોલીસના ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.