ગાંધીનગર: 2025 સુધીમાં 50% ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો મારો લક્ષ્યાંક: અમિત શાહ

| Updated: January 15, 2022 1:16 pm

ગાંધીનગરમાં પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં ગૃહ મંત્રી અમિત શાહએ સંબોધન કર્યું હતુ.અને તેમની સાથે CM, રાજ્યપાલ અને એક હજાર જેટલા ખેડૂતો ઓનલાઈન જોડાયા હતા અને તેની સાથે જ આ સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતુ કે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવાની ચર્ચા કરવામાં આવી છે.તેની સાથે જ શાહે પ્રાકૃતિક ખેતીનો લોગો, મોબાઈલ એપ અને ઈ વહીકલ લોન્ચ કર્યું હતું.આ કાર્યક્રમમાં 1000થી પણ વધુ ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયા હતા.

અમિત શાહે જણાવ્યું કે રાસાયણિક ખેતીથી દેશને નુકસાન થઈ રહ્યું અને તેને લઇને કેન્સરનો ખતરો વધી રહ્યો છે.અને તેથી જ ખેતીને પ્રાકૃતિક એકમાત્ર વિકલ્પ છે.હું ભાજપનો અધ્યક્ષ હતો ત્યારે આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર ગયો હતો અને ત્યારે મે આવી ખેતી જોઇ હતી.. પ્રાકૃતિક ખેતીથી જમીન બગડતી અટકે છે તેમ અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે.

આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં આ અભિયાન ઉપાડવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં તેમણે આ અભિયાન ચાલુ કરાયું છે. કોરોનાના કપરા કાળમાં પણ 2 લાખથી વધુ ખેડૂતો અને 2.5 લાખ હેક્ટર જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવામાં આવી હતી.અને તેની સાથે 16 ડિસેમ્બરે પીએમ મોદીએ 8 કરોડ ખેડૂતો સાથે સમજાવામાં આવી હતી. અને તેની સાથે ગાંધીનગરના સાંસદ તરીકે 2025 સુધીમાં મારા મત ક્ષેત્રમાં 50% ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો મારો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે.

આત્મનિર્ભર ખેડૂતએ આત્મનિર્ભર ભારતનો પાયો છે.અને હિમાચલ પ્રદેશમાં આ મામલે ખૂબ મોટું કામ થયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં 2 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે અને તેની સાથે એક મહિનામાં 10,000 થી પ્રાકૃતિક ખેતીની ટ્રેનીંગ આપવામાં આવી છે.

Your email address will not be published. Required fields are marked *