ગરવો ગઢ ગીરનાર રોપ વેમાં એક મહિનામાં આટલા પ્રવાસીઓ વધ્યા, આવકના આંકડા જોઇ ચોંકી જશો

| Updated: May 18, 2022 1:30 pm

ગીરનાર રોપ વે મુસાફરીમાં સતત વધારો થઇ રહ્યો છે તેની સાથે આવકમાં પણ વધારો થઇ રહ્યો છે વધી રહેલી મુસાફરીના કારણે 130 કરોડના ખર્ચે બનેલા રોપવેમાં દોઢ વર્ષમાં 56 કરોડની આવક નોંધાઇ છે જે

ગિરનાર રોપવે પ્રોજેક્ટની સફળતાની જો વાત કરવામાં આવે તો પ્રવાસીઓમાં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે આવકમાં પણ વધારો ઉછાળો જોવા મળી રહી રહ્યો છે.

મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 11 લાખ લોકોએ લાભ લીધો છે.અને તેની 2020માં ખુલ્લા મુકાયેલા મુકાયેલા આ પ્રોજેક્ટમાં હાલ ધમધમી રહ્યો છે.આ સાથે છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામાં આવે તો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને કુલ રૂ. 56 કરોડની આવક જોવા મળી રહી છે.

ફેબ્રુઆરી અને માર્ચ માસની આવક અને પ્રવાસીઓની સરખામણી
ફેબ્રુઆરી 2022માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપવેની સેવા માણી હતી જે માર્ચમાં વધીને 77,796 વધારો જોવા મળી રહ્યો છે આ સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે કે પ્રવાસન ક્ષેત્રને વિશ્વ કક્ષાએ પહોંચાડવા સૌથી આગળ વધે.

ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. તેના માટે હેરિટેજ ટુરિઝમ પોલિસીથી લઇને મેડિકલ ટુરિઝમ જેવા આધુનિક વિષયો સાથે પણ સરકારે નીતિ જાહેર કરી છે. પ્રવાસીઓની સુખાકારીની સાથે સાથે આ ક્ષેત્રમાં રોજગારીની તકોનું નિર્માણ તેમજ વૈશ્વિક સ્તરની પ્રતિષ્ઠા અપાવવા માટે સરકાર અલગ અલગ સ્તરે કામ કરી રહી છે.

રોપવેની સુવિધાથી પર્વતના 10000 પગથિયા ચડ્યા વગર મિનિટોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે અને તેના કારણે મુસાફરોને પણ આનંદ મળે છે અને તેની સાથે ફાયદો પણ થઇ રહ્યો છે.

Your email address will not be published.