ગૌતમ અદાણી – સૌથી ધનિક એશિયન, દિલથી ગુજરાતી

| Updated: November 25, 2021 9:57 am

ગૌતમ અદાણી આ છ અક્ષરના નામે દેશના આર્થિક ક્ષેત્રે અનોખી કેડી કંડારી છે. ગૌતમ અદાણી ગુજરાતી છે અને એશિયાના સૌથી ધનિક બન્યાં છે. અમદાવાદ એ ગૌતમ અદાણીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. 1962ની 24 જૂનના રોજ જન્મેલા ગૌતમ અદાણી હાલ અદાણી ગ્રુપ ઓફ કંપનીના સ્થાપક અને ચેરમેન છે.

હવે દરેકગુજરાતીઓને ગૌતમ અદાણી પર વિશેષ ગર્વ થશે. અમદાવાદ સ્થિત દેશના અગ્રણી ઉઘોગપતિ, અદાણી ગ્રુપ ઓફ કંપનીના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી હવે બન્યા છે સૌથી વધુ ધનિક એશીયન. ગૌતમ અદાણી બીજા ગુજરાતી બિલિયોનર મુકેશ અંબાણીને પાછળ રાખી સૌથી વધુ ધનિક બન્યાં છે. હવે ગૌતમ અદાણી વિશ્વના 14માં નંબરના સૌથી વધુ શ્રીમંત બિઝનેસમેન પણ કહેવાશે.

બાળપણનો પારિવારિક ફોટો

ગૌતમ અદાણીની સંપત્તિ દેશના અન્ય અબજપતિઓ કરતાં કેવી છે:

  • ઇકોનોમિક્સ ટાઇમ્સના પ્રમાણે 2021માં દેશના 19 અબજોપતિઓની સંપત્તિમાં જેટલો વધારો થયો એટલો માત્ર અદાણીની સંપત્તિમાં થયો છે.
  • 2021માં અદાણીની સંપત્તિમાં કુલ 35 અબજ ડોલર વધારો નોંધાયો છે. જ્યારે દેશના 19 અબજોપતિની કુલ સંપત્તિમાં 24.5 અબજનો વધારો નોંધાયો છે.
  • ગૌતમ અદાણીએ ચીનના ઉઘોગપતિ ઝોંગ શાંશા કરતાં પણ સંપત્તિની રેસમાં પાછળ ધકેલ્યા છે.

ગૌતમ અદાણી – કોલેજ ડ્રોપઆઉટ થી સૌથી સફળ ઉઘોગપતિ

ગૌતમ અદાણી જૈન છે. તેમના પિતા શાંતિલાલ અને માતા શાંતાબેન છે. ગૌતમભાઇને સાત ભાઇ-બહેનો છે અને તેમના પિતા બનાસકાંઠાના થરાદથી આવી અમદાવાદને કર્મભૂમિ બનાવી છે. ગૌતમ અદાણીનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદની સી.એન. વિઘાલય ખાતે થયું છે. ગુજરાત યુનિવર્સિટીથી કોમર્સ ગ્રેજ્યુએટ થવા પ્રવેશ મેળવ્યો. પણ કોલેજના બીજા વર્ષથી અભ્યાસ અધૂરો છોડ્યો. 1978માં મુંબઇ જઇને હીરા ઉઘોગમાં હાથ અજમાવ્યો. ત્રણેક વર્ષ કામ કરી અમદાવાદમાં 1981માં મોટાભાઇ મનસુખખાઇ સાથે પ્લાસ્ટિકની ફેકટરી સ્થાપી.

પ્લાસ્ટિકની ફેકટરીના કામમાં ગૌતમભાઇને આંતરરાષ્ટ્રીય વેપાર સમજાયો અને 1988માં તેઓએ અદાણી એક્સપોર્ટ લિમિટેડની સ્થાપના કરી. જે હાલ અદાણી એન્ટરપ્રાઇઝ તરીકે જાણીતી છે. 1993થી તેમના વ્યવસાયનો સ્કેલ વધ્યો. 1993માં ગુજરાત સરકારે મુન્દ્રા બંદરના વ્યવસ્થાપન માટે કોન્ટ્રાક્ટ પ્રકાશિત કર્યો અને 1995માં ગૌતમ અદાણીએ મુન્દ્રા બંદરનો કોન્ટ્રાક્ટ મેળવ્યો. જે દેશનું સૌથી મોટું ખાનગી બંદર છે. 1996માં અદાણી ગ્રુપ અદાણી પાવર લિમિટેડ આરંભી. હાલ અદાણી ગ્રુપ પાસે દેશનો સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ છે. 1988માં ગૌતમ અદાણી દ્વારા અદાણી ગ્રુપની સ્થાપના કરવામાં આવી. આરંભમાં નાની પહેલ આજે ઊર્જા, કૃષિ, એરપોર્ટ, પોર્ટ સહિતના ક્ષેત્રમાં વિક્રમસર્જક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચોઃ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના કુળદેવીમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે

સૌથી ધનિક એશિયન – ગૌતમ અદાણી

હાલમાં ગૌતમ અદાણીની સંપત્તિ 81.2 બિલિયન ડોલર થઇ છે. જ્યારે ગત જુલાઇમાં તેમની સંપત્તિ 63.5 અબજ ડોલર હતી. 2021ના છેલ્લાં 8 મહિનામાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં રૂ. 1.60 લાખ કરોડનો વધારો નોંધાયો છે. અદાણી ગ્રૂપની 6 કંપનીઓના લિસ્ટેડ શેરમાં ભારે વધારો થતાં ગૌતમ અદાણીની નેટવર્થમાં વધારો થયો. વર્ષ 2020ની સરખામણીએ અદાણી ગ્રૂપ ઓફ કંપનીની વેલ્થમાં 335 ટકા વધારો નોંધાયો છે. એક જ દિવસમાં અદાણી ગ્રૂપ ઓફ કંપનીના નેટવર્થમાં રૂ. 23 હજાર કરોડનો વધારો થતાં અદાણી અને અંબાણી વચ્ચે કુલ સંપત્તિનું અંતર ઘટ્યું. છેલ્લાં ત્રણ મહિનાથી અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં ભારે જેતી પ્રવર્તતી હતી.

Your email address will not be published. Required fields are marked *