એપ્રિલમાં ઉલ્કા વર્ષાનો અદભુત આનંદ લેવા માટે તૈયાર રહો

| Updated: April 13, 2022 2:30 pm

અમદાવાદઃ આ વર્ષે એપ્રિલમાં 16થી 25 એપ્રિલ દરમિયાન ઉલ્કા વર્ષાનો આનંદ લેવા માટે તૈયાર રહો. આ ઉલ્કા વર્ષા ખુલ્લી આંખે પણ જોઈ શકાય છે. આ ઉલ્કા વર્ષા સૌથી મજબૂત ઉલ્કા વર્ષામાં એક છે. ઉલ્કા વર્ષા તે બીજું કશું નથી પણ લાંબા સમયથી બહાર ફરતા લઘુગ્રહનો કાટમાળ છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. સૌપ્રથમ વખત 687 બીસીમાં ઉલ્કા વર્ષાનો પ્રારંભ થયો હતો.

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે ઉલ્કા વર્ષે મુખ્યત્વે 21 અને 22 એપ્રિલના રોજ તેની ટોચ પર હોય છે. આ સમયગાળા દરમિયાન દર કલાકે 15થી 100 જેટલા ઉલ્કા પિંડ દર કલાકે તૂટજા જોવા મળશે. સામાન્ય રીતે તેને ખુલ્લી આંખે જોઈ શકાય છે. લોકો શહેરી વિસ્તારોથી દૂર જઈને પણ તેને જુએ છે.

ખગોળશાસ્ત્રીઓ અને હોબી સ્ટાર ગેઝરો આ નઝારો સ્પષ્ટ રીતે જોવા માટે ચારથી પાંચ દિવસ પર્વતની ટોચ પર રહે છે અથવા તો દરિયાકાંઠે જાય છે. પંડયા મુજબ આ સંગઠન 20થી 21 એપ્રિલ દરમિયાન અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, આણંદ, નડિયાદ, વડોદરા અને બીજા સ્થળોએ સામાન્ય લોકો આ ઉલ્કા વર્ષે જોઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરશે.

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પર ગાલા સેલેસ્ટિયાનાની છત પર આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આવું જ આયોજન ગાંધીનગરના એક ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે. વાસ્તવમાં આ પ્રકારની ઉલ્કાપિંડના અવશેષો તે રાષ્ટ્રીય સંપત્તિ છે. મોટાભાગના અવશેષ આયર્ન અને નિકલના હોય છે. પંડ્યાએ જણાવ્યું હતું કે કોઇને પણ આ અવશેષ મળે તો તેણે સ્થાનિક વહીવટીતંત્રને તેની જાણ કરવી જોઈએ અને તેને સુપ્રદ કરી દેવા જોઈએ. બે વર્ષ પહેલા કચ્છના સ્થાનિક રહેવાસીઓ પાસેથી તેના અવશેષો મળી આવ્યા હતા, તેમને સત્તાવાળાઓએ તરત જ કસ્ટડીમાં લીધા હતા.

લાઇરિડના ઉલ્કાપિંડ લાયરા નક્ષત્રના વેગા સ્ટારમાંથી પ્રસરે છે. જો કે તમારે ઉલ્કા વર્ષા જોવા માટે આ બધી માહિતીની જરૂર નથી, તેટલું તો ચોક્કસ જાણવું જોઈએ કે તેના પ્રસરણમાં ક્યારે વધારો થાય છે. તેનો શ્રેષ્ઠ સમય મધરાત્રિ પછીથી લઈને વહેલી સવાર સુધીનો હોય છે. આ સમયે તે શ્રેષ્ઠ સ્થિતિમાં હોય છે. તમે મોટાભાગની ઉલ્કા વર્ષા આ સમયગાળામાં જ જોશો.

Your email address will not be published.