ગિફ્ટ સિટી અને ઝોન સ્ટાર્ટઅપ્સે ફિનટેક ઇનોવેશન માટે હાથ મિલાવ્યા

| Updated: July 1, 2021 8:09 pm

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) એ ફિનટેકમાં ઇનોવેશન વધારવા અને દેશમાં નાણાકીય ટેક્નોલોજીનું હબ વિકસાવવાની સંભાવના ચકાસવા માટે એક એમઓયુ કર્યા છે. ગિફ્ટ સિટી એ દેશનું પ્રથમ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સેન્ટર છે.

આ એમઓયુ ગિફ્ટ સિટી અને બીઆઇએલ રાયરસન ટેક્નોલોજી સ્ટાર્ટઅપ ઇનક્યુબેશન ફાઉન્ડેશન (BRTSIF) વચ્ચે કરવામાં આવ્યા છે. BIRTSFએ બીએસઈ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ અને રાયરસન યુનિવર્સિટી તથા કેનેડાની સાઇમન ફ્રેઝર યુનિવર્સિટી વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓ તપન રેએ એક નિવેદનમાં જણાવ્યું કે, “ફિનટેક અને આઇએફએસસી ભારતમાં ઉભરતા ફિલ્ડ છે જેમાં આગળ વૃદ્ધિની પુષ્કળ સંભાવના છે. દેશમાં પરિપક્વ ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ વિકસાવવા આ સિનર્જી જરૂરી છે. ગિફ્ટ સિટીનો એક હેતુ ફિનટેક અને સંબંધિત સેક્ટરને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે પ્રોડક્ટિવ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.”

BIRTSFની પહેલ ઝોન સ્ટાર્ટઅપ્સ સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય ફિનટેક અને ફિનટેક આધારિત સ્ટાર્ટઅપ્સને આકર્ષવા માટે એક પ્રોગ્રામ વિકસાવશે. આ કામગીરી ડિજિટલ બેન્કિંગ, ડિજિટલ એપ-બેઝ્ડ ધિરાણ, ક્રાઉડફંડિંગ, વિવિધ સિક્યોર્ડ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સર્વિસ, આઇએફએસસી આધારિત ક્લિયરિંગ મિકેનિઝમ માટે કરવામાં આવશે.

ઝોન સ્ટાર્ટઅપ્સના એમડી હેમંત ગુપ્તાએ જણાવ્યું કે, બેન્કિંગ અને નાણાકીય સર્વિસિસનું વિશ્વ પરિવર્તનશીલ ડિજિટાઇઝેશનના યુગમાં પ્રવેશી રહ્યું છે.

Your email address will not be published.