વિસનગરમાં સાયકલ ઉપર ઘરે જતી સગીરાના ખુલ્લી ગટરમાં પડતાં મોત નીપજ્યું

| Updated: August 6, 2022 10:52 am

મહેસાણાના વિસનગર ખાતે શુક્રવારે ચાલુ વરસાદે સ્કૂલેથી સાયકલ ઉપર ઘરે જતી 14 વર્ષની સગીરાના ખુલ્લી ગટરમાં (open drain) પડી જતા તેનું મોત નીપજ્યું હતું. સગીરાને બે કલાકના રેસ્ક્યુ બાદ બહાર કઢાઈ હતી. તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ નિનામાએ જણાવ્યું હતું કે, જિયા નાયી બપોરે શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તે થલોટા ચોકડી પાસે રસ્તાની બાજુના ખુલ્લા ગટરમાં (open drain) પડી હતી.

વિસનગર નગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયું હોવાથી, છોકરીને ખુલ્લી ગટર ન દેખાતા તે તેમાં પડી ગઈ હતી.

તેમણે ઉમેર્યું, ક્રેનનો ઉપયોગ કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સગીરાને થોડાક દૂરના સ્થળ પરથી બહાર કાઢવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી.

આ ઘટના આરોગ્ય, જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી રુષિકેશ પટેલના મતવિસ્તારમાં બની હોવાથી, આમ આદમી પાર્ટીએ નૈતિક ધોરણે તેમના રાજીનામાની માંગ કરી હતી.

આ પણ વાંચો: સેલ્ફી લેવાના પ્રયાસમાં યુવક-યુવતી કરજણ નદીમાં ડૂબ્યાં; યુવકનો મૃતદેહ મળ્યો જ્યારે યુવતી લાપતા

Your email address will not be published.