અમદાવાદમાં ટપોરીઓએ કરી રોમિયોગીરી, ઘરે જતી સગીરાની જાહેરમાં છેડતી મારામારી કરી

| Updated: October 14, 2021 10:55 am

રાજ્યમાં સગીરાને બળાત્કાર અંને છેડતીના બનાવો વધી રહ્યા છે. ગઈકાલે જ સુરતમાં રોમિયો દ્વારા જાહેરમાં યુવતીના છેડતી કરવામાં આવી અને એસિડ એટેક કરવાની ધમકી આપવામાં આવી હતી. તયારે અમદાવાદ શહેરમાં પણ ટપોરિયોએ લુખ્ખાગીરી ચાલુ કરી છે અને રસ્તે જતી સગીરા અને મહિલાઓને બિનદાસ્ત છેડતી કરવાની ઘટનાઓ વધી રહી છે.

સાબરમતી વિસ્તારમાં ઘરે જતી એક સગીરાને વિસ્તારના કેટલાક રોમિયોએ સગીરાની છેડતી કરી અને તેના સાથે મારામારી કરી હતી. સગીરાના માતા-પિતા મજુરી કામ કરવા જાય છે. સગીરા ઘરે એકલી હોય છે. સગીરા સોસાયટીમાં કામ કરીને ઘરે આવતી હતી ત્યારે તેની ચાલી નજીકમાં રહેતા કેટલાક છોકરાઓએ તેની છેડતી કરી હતી. તેમજ આ અંગે કોઈને જાણ કરશે કે પોલીસ કેસ કરશે તો તારો રેપ કરીશુ, તેવી ધમકી પણ આપી હતી. જેથી ડરી ગયેલી સગીરા ઘરે જઇ ખૂબ જ રડી હતી. માતા પિતાને જાણ કરતા તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી.

અભયમની ટીમે સગીરા અને તેના માતા-પિતાને કાયદાકીય માહિતી આપી પોલીસ ફરિયાદ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા. અભયમની ટીમે સગીરા અને તેના માતા-પિતાને કાયદાકીય માહિતી આપી પોલીસ ફરિયાદ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા.

મહિલા હેલ્પલાઇન અભયમ 181માં સાબરમતી વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે, તેના ઘરની નજીક ચાલીમાં રહેતા છોકરાઓ છેડતી કરી મારઝુડ કરીને પોલીસ ફરિયાદ કરીશ તો તારા પર દુષ્કર્મ કરી દઈશુ તેવી ધમકી આપે છે. જેથી હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પોહચી હતી.

Your email address will not be published. Required fields are marked *