અમદાવાદમાં 15 વર્ષના બાળકને કોવેક્સિન જગ્યાએ કોવિશિલ્ડ આપતાં બાળક ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો

| Updated: May 10, 2022 3:46 pm

અમદાવાદમાં એક 15 વર્ષના બાળકને વાસણા વિસ્તારમાં આવેલા ન્યુ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં કર્મચારીએ કોવેક્સિનની જગ્યાએ 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને આપવામાં આવતી કોવિશિલ્ડ વેક્સિન આપી દેતા તે ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો હતો. આ અંગે બાળકના પિતાએ વેક્સિન આપનાર કર્મચારી સામે પોલીસ મથકે અરજી કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાસણા વિસ્તારમાં માધવ ફ્લેટમાં રહેતા જયદીપ સિંહ વાઘેલાના તેમના 15 વર્ષના બાળકને વાસણા ખાતે આવેલ ન્યુ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લેવા માટે લઈ ગયા હતા. જયા બાળકને કોવેક્સિન આપવાને બદલે કોવિશિલ્ડનો ડોઝ આપી દેવામાં આવ્યો હતો. જેથી બાળકને અર્બન હેલ્થ સેન્ટરમાં ચક્કર આવી ગયા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો.

બાળકના પિતાએ આ અંગે જણાવ્યું છે કે, વેક્સિન આપનાર કર્મચારીના હાથમાં હું કોવિશિલ્ડ વેક્સિન જોઈ ગયો હતો અને મેં કર્મચારીને કહ્યું પણ હતું કે, બાળકને કોવેક્સિન આપેલી છે તો તમે તેને કોવિશિલ્ડ કેમ આપો છો.પરંતુ તેણે કબૂલ્યું ન હતું બાદમાં પોલીસને જાણ કરતા તેણે પોલીસની સામે કબૂલ્યું હતું કે, તેણે કોવિશિલ્ડ વેક્સિન આપી હતી.

આ ગંભીર બેદરકારીને પગલે બાળકના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં કર્મચારી વિરુદ્ધ અરજી કરી છે. જો કે, હાલ બાળકને થોડા તાવ સિવાય બાકી તબિયત સ્થિર છે.

Your email address will not be published.